Sunday, Jul 03, 2022 Today’s Paper

HDFC Bank: એચડીએફસી બેંક દર વર્ષે 1500-2000 શાખાઓ ખોલશે, પાંચ વર્ષમાં બ્રાન્ચ નેટવર્ક બમણું કરવાનો પ્લાન

22 Jun, 22 37 Views

હાલમાં બેંકની સમગ્ર ભારતમાં 6,000 થી વધુ શાખાઓ છે

HDFC Bank: ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકે (HDFC Bank) તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. આ વાર્ષિક અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે, બેંક દર વર્ષે લગભગ 1500થી 2000 નવી શાખાઓ (Branches) ખોલશે. આ સાથે જ બેંક આગામી ત્રણથી પાંચ વર્ષમાં તેનું બ્રાન્ચ નેટવર્ક બમણું કરવાની યોજના ધરાવે છે.

આ ખાનગી ક્ષેત્રની બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શશિધર જગદીશને 2021-22ના તેના વાર્ષિક અહેવાલમાં શેરધારકોને જણાવ્યું હતું કે, 'એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકનું સૂચિત વિલીનીકરણ ભવિષ્યમાં એક સંપૂર્ણપણે અલગ પાસું લાવશે." શશિધર જગદીશને કહ્યું કે, 'અમે માનીએ છીએ કે રસ્તો વિશાળ છે અને અમે સંભવિત રીતે દર પાંચ વર્ષે એક એચડીએફસી બેંક ઊભી કરી શકીએ છીએ.'

ઉલ્લેખનીય છે કે, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) અને તેની પેટાકંપની એચડીએફસી બેંક દ્વારા આ વર્ષના એપ્રિલની શરૂઆતમાં મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. તે 15 થી 18 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે.

'બેંક દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલીને આગામી ત્રણથી પાંચ વર્ષમાં તેના શાખા નેટવર્કને લગભગ બમણું કરવાની દરખાસ્ત રજૂ કરે છે. હાલમાં બેંકની સમગ્ર ભારતમાં 6,000 થી વધુ શાખાઓ છે. દેશની વસ્તી મુજબ, ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દેશોની સરખામણીએ બેંકની શાખાઓની સંખ્યા ઘણી ઓછી છે. દેશમાં અમારી 6,000 થી વધુ શાખાઓ છે અને અમે આગામી ત્રણથી પાંચ વર્ષમાં દર વર્ષે 1500 થી 2,000 શાખાઓ ખોલીને અમારા નેટવર્કને લગભગ બમણું કરવાની યોજના બનાવી રહ્યા છીએ.' શશિધર જગદીશને આ જણાવ્યું હતું.

Trending Tags:

advertisment image