Sunday, Jul 03, 2022 Today’s Paper

ICICI બેંકે લોન પર વ્યાજ વધાર્યું, હોમ લોન અને ઓટો લોનની EMI મોંઘી થઈ

09 Jun, 22 61 Views

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યા બાદ ICICI બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે ધિરાણ દર એટલે કે ધિરાણ પરના વ્યાજદરમાં (Interest rate) વધારો કર્યો છે. બેંકે તેને 50 બેસિસ પોઈન્ટ વધારીને 8.60 ટકા કર્યો છે. અગાઉ તે 8.10 ટકા હતો. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં (Reserve Bank of India repo rate) વધારો કર્યા બાદ ICICI બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે, બુધવારે, આરબીઆઈએ રેપોમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કરીને 4.90 ટકા કર્યો હતો. કેન્દ્રીય બેંકે આ બે મહિનામાં (મે અને જૂન) રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો છે.

બેંક દ્વારા ધિરાણ દરમાં વધારો કર્યા પછી, આજથી જ હોમ લોન, ઓટો લોન અને તેમની સાથે સંકળાયેલ માસિક હપ્તા (EMI)માં વધારો થશે. હવે એવી શક્યતા છે કે બાકીની બેંકો પણ ટૂંક સમયમાં ધિરાણ દરમાં વધારો કરે.

નોંધનિય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ 8 જૂને સર્વસંમતિથી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. તે મુખ્ય નીતિ દર છે કે જેના પર કેન્દ્રીય બેંક અન્ય બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે. હવે આ દર વધીને 4.90 ટકા થઈ ગયો છે.

આ સમયગાળા દરમિયાન, ફિક્સ્ડ ડિપોઝિટ ફેસિલિટી (SDF) અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સ (0.50 ટકા)નો વધારો કરવામાં આવ્યો હતો. કાયમી થાપણ સુવિધા (SDF) દર અગાઉ 4.15% હતો, જે હવે વધીને 4.65% થયો છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર હવે 5.15 ટકા છે.

advertisment image