Tuesday, Jun 28, 2022 Today’s Paper

IDFC: IDFC બેંકે ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કર્યો, ખતાધારકો ચકાસો વિગત

24 May, 22 45 Views

બેંકના નવા વ્યાજ દરો 23 મેથી લાગુ થઈ ગયા છે

IDFC:  છેલ્લા કેટલાક સમયથી ખાનગી બેંકો ફિક્સ ડિપોઝીટ (fixed deposits) પર ચૂકવાતા વ્યાજ દર (interest rates)માં વધારો કરી રહી છે. આ સાથે જ હવે છે આઇડીએફસી (IDFC) બેંકે પણ તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. આઇડીએફસી બેંકે પણ ફિક્સ ડિપોઝિટ પર ચૂકવાતા વ્યાજના દરો વધારો કરવાનો નિર્ણય  જાહેર કર્યો છે. આઇડીએફસી બેંક દ્વારા 2 કરોડથી ઓછીની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકે આ અંગેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર આપી છે.

આઇડીએફસી બેંકે વ્યાજ દરોમાં સંપૂર્ણ 1 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવેથી તમને 1 ટકા વધુ વ્યાજ મળશે. તેથી તમે હજુ પણ તમારી ફિક્સ ડિપોઝિટ યથાવત રાખી શકો છો. તમને જણાવી દઈએ કે બેંકના નવા વ્યાજ દરો 23 મેથી લાગુ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, 7 દિવસથી 29 દિવસની ફિક્સ ડિપોઝિટ પર, બેંક પહેલા ગ્રાહકોને 2.50 ટકા વ્યાજનો લાભ આપતી હતી, પરંતુ હવે ગ્રાહકોને 3.50 ટકાના દરે વ્યાજ મળશે. આ સાથે 30 દિવસથી 90 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 4 ટકાના દરે વ્યાજ મળશે. 91 દિવસથી 180 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 4.50 ટકાના દરે વ્યાજ મળશે. 181 દિવસથી એક વર્ષથી ઓછા સમય સુધીની થાપણો પર 5.75 ટકાના દરે વ્યાજ મળશે. આ સાથે જ હાલમાં ખાનગી ક્ષેત્રની બેંક ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટની સુવિધા આપી રહી છે. આમાં તમને 3.50 ટકાથી 6.25 ટકા સુધીના વ્યાજનો લાભ મળશે.

નોંધનીય છે કે, જો વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો આ લોકોને 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજનો લાભ મળે છે. વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 6.75 ટકા સુધીનું વ્યાજ મળશે. બીજી તરફ જો સામાન્ય ખાતાધારકો એક વર્ષથી 3 વર્ષ સુધી ફિક્સ ડિપોઝિટ કરે છે તો તમને 6 ટકાના દરે વ્યાજ મળશે. 3 વર્ષની એક દિવસથી 5 વર્ષની એફડી પર 6.25 ટકા અને 5 વર્ષથી એક દિવસથી 10 વર્ષની થાપણો પર 6 ટકાના દરે વ્યાજ મળશે. 1 વર્ષથી વધુની ફિક્સ ડિપોઝિટ પર 6 ટકા વ્યાજ મળશે.

Trending Tags:

advertisment image