Tuesday, Jun 28, 2022 Today’s Paper

Export: મોદી સરકાર ઘઉં પછી શું ખાંડની નિકાસ પર લગામ લગાવશે?

24 May, 22 46 Views

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ખાદ્યપદાર્થોની કિંમતો આસમાને પહોંચી, વિશ્વના ધણાં દેશો માટે પડકારરૂપ સમસ્યા સર્જાશે

નવી દિલ્હીઃ મોદી સરકારે થોડા દિવસ અગાઉ ઘઉંની (Wheat) નિકાસ (Export) પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે આજે એવી માહિતી મળી રહી છે કે છ વર્ષમાં પ્રથમવાર મોદી સરકાર ખાંડની (Suger) નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.

મળતી માહિતી મુજબ ભારતમાં ઘઉંના પુરવઠાની અછતની આશંકા વચ્ચે સરકારે મે મહિનાની શરૂઆતમાં મોદી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે સરકાર વધતા ભાવને કાબૂમાં કરવ માટે ખાંડ માટે પણ આ જ નીતિ લાગુ કરી શકે છે.

વધતી જતી ખાંડની કિંમતોને કાબૂમાં લાવવા માટે સરકાર આ પગલું લઈ રહી છે. આ ઉપરાંત સરકાર પાસે આ સિઝનમાં ખાંડની નિકાસને 10 મિલિયન ટન સુધી મર્યાદિત કરવાનો વિકલ્પ (Opection) પણ છે. જો કે ખાંડની નિકાસ પર રોક લગાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી મળી આવી નથી. પરંતુ ખાંડના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં મળતા ઉંચા ભાવનો ફાયદો મેળવવા દેશમાંથી વેપારી-ડીલરો-ઉત્પાદકો મોટા પ્રમાણમાં ઘઉંનો નિકાસ કરી રહ્યાં હતા અને સ્થાનિક સ્તરે મસમોટી અછતની આશંકાએ નિકાસ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે ખાંડ પર પણ નિકાસ પ્રતિબંધ લાદવમાં આવી શકે છે.

રોઈટર્સના અહેવાલ અનુસાર સ્થાનિક ભાવમાં વધારાને રોકવા માટે ભારત સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસને પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહી છે.

ખાંડની નિકાસની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં બીજો ક્રમ ઘરાવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર બ્રાઝિલ જ એવો દેશ છે જે ભારત કરતાં વધુ ખાંડની નિકાસ કરે છે. આવી પરિસ્થિતિમાં જો મોદી સરકાર ખાંડની નિકાસ ઉપર પર પ્રતિબંધ મૂકે છે, તો ઘણા દેશોને માટે આ પડકારરૂપ સમસ્યા હશે. ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકન દેશોમાં ખાંડની મોટા ભાગે નિકાસ ભારતમાંથી થાય છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતા રાજ્યો છે. માત્ર આ 3 રાજ્યો દેશની કુલ ખાંડના ઉત્પાદનના 80 ટકા ઉત્પાદન કરે છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, બિહાર, હરિયાણા અને પંજાબમાં પણ શેરડીનું વાવેતર અમુક અંશે થાય છે.

તાજેતરના અહેવાલ અનુસાર આ સિઝનમાં ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. જોકે શ્રી રેણુકા સુગર્સના ટોચના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજ સુધીમાં માત્ર 72 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે અને એકવાર વરસાદની મોસમ શરૂ થઈ જશે તો નિકાસમાં ઘટાડો સંભવિત છે. આમ 1 કરોડ ટન ખાંડની નિકાસ હજુ દૂર છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ખાદ્યપદાર્થોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે અને વિશ્વભરની સરકારોએ અમુક ચીજવસ્તુઓની સ્થાનિક કિંમતોને કાબૂમાં લેવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે.

મલેશિયા 1 જૂનથી દર મહિને 36 લાખ માંસાહારની નિકાસ અટકાવશે, ઇન્ડોનેશિયાએ તાજેતરમાં પામ તેલની નિકાસ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે જ્યારે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને સર્બિયા અને કઝાકિસ્તાને અનાજની નિકાસ પર સ્ટોક લિમિટ ક્વોટા લાદ્યો છે. જોકે ઈન્ડોનેશિયાએ પણ 28 એપ્રિલના પામ ઓઈલની નિકાસ અટકાવવાના નિર્ણયને આ સપ્તાહની શરૂઆતમાં ઉઠાવી લીધો હતો.

Trending Tags:

advertisment image