નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજનમાં રોકાણ કરવાથી, તમને આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે
NSC Scheme: કોઈપણ વ્યક્તિ રોકાણ કરવા માટે વિવિધ વિકલ્પ ચકાસે છે. લોકો એવો વિકલ્પ સર્ચ કરે છે કે, જેમાં સારું વળતર મળી રહે. જો તમે પણ આવી સ્કીમની શોધમાં છો તો, પોસ્ટ ઓફિસ (Post Office)ની સ્કીમમાં રોકાણ કરી કર શકો છો. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે ઘણી નાની બચત યોજનાઓ રજુ કરે છે. પોસ્ટ ઓફિસમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Savings Certificate)માં 5 વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને લગભગ 3 લાખ રૂપિયાનું વળતર મળશે.
સરકારે નિર્ણય લીધો છે કે, તે વરિષ્ઠ નાગરિક યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અથવા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર નહીં કરે. વ્યાજ દરમાં વધારો કર્યા પછી પણ, તમને આ યોજનાઓમાં રોકાણ પર વધુ સારું વળતર મળે છે. તમે તેમાં રોકાણ કરીને વધુ સારું વળતર મેળવી શકો છો એટલું જ નહીં આ સાથે, તે રોકાણકારને ટેક્સ મુક્તિ જેવા મોટા ફાયદા પણ આપે છે. જો તમે સારા વળતરની સાથે ટેક્સમાં છૂટનો લાભ મેળવવા માંગતા હોવ તો આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજનમાં રોકાણ કરવાથી, તમને આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે. તમને રૂ. 1.5 લાખના રોકાણ પર છૂટનો લાભ મળે છે, પરંતુ આ યોજનાનો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ પર, પોસ્ટ ઓફિસ ગ્રાહકોને 6.8 ટકા વળતર આપે છે. તમે તમારી જરૂરિયાત મુજબ આ યોજનામાં રોકાણ કરી શકો છો, પરંતુ તે રોકાણ રૂ. 100 ના ગુણાંકમાં હોવું જરૂરી છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજનમાં જો તમે 5 વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર 2.78 લાખ રૂપિયાનું વળતર મળે છે. તમને લગભગ 78,000 રૂપિયા વ્યાજ તરીકે મળશે. બીજી બાજુ, જો તમે તેને 10 વર્ષ અને 6 મહિના માટે રોકાણ કરો છો, તો તમારા રોકાણની રકમ બમણી થઈ જશે. તમને 4 લાખ રૂપિયાનું સંપૂર્ણ વળતર મળશે.
જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો એ જાણવું જરૂરી છે કે, આ માટે શું નિયમો છે. આ યોજનામાં જોડાવા માટે રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની હોવી જોઈએ. તમે એક અથવા સંયુક્ત ખાતું ખોલી શકો છો. જો સંયુક્ત ખાતું ખોલાવો છો તો તેમાં ત્રણ લોકોના નામ સામેલ કરી શકાય છે. 10 વર્ષના બાળકનું એકાઉન્ટ તેમના માતા-પિતા દ્વારા બાળક 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી જાળવવામાં આવે છે.
Trending Tags: