Wednesday, Sep 27, 2023 Today’s Paper

Myntra Charge: જો તમે પણ Myntra પરથી કરો છો શોપિંગ, તો કંપનીના આ સર્વિસ ચાર્જ વિશે જાણી લો

10 Jun, 23 61 Views

સર્વિસ ચાર્જ અંગે મિન્ત્રાની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે

Myntra Charge: દેશના બીજા સૌથી મોટા ઈ-કોમર્સ પોર્ટલ મિન્ત્રા (Myntra) પર કરોડો લોકો ખરીદી કરે છે. આ પોર્ટલ પર ઓનલાઇન (Online shopping) ખરીદી કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. તમારા શોપિંગ બજેટ (Shopping budget)માં નજીવો વધારો થવા જઈ રહ્યો છે, કારણ કે હવેથી તમારે મિન્ત્રા પર ખરીદી કરવા માટે થોડો વધારાનો ચાર્જ (Myntra Charge) ચૂકવવો પડશે. મિન્ત્રા હવે 1000 રૂપિયાથી વધુના દરેક ઓર્ડર પર તેના ગ્રાહકો પાસેથી 10 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલશે.

આ સર્વિસ ચાર્જ અંગે મિન્ત્રાની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. આ માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ચાર્જ તેના પ્લેટફોર્મ પર ટેકનિકલ કુશળતા પ્રદાન કરવા, તમામ બ્રાન્ડ્સને એક છત નીચે લાવવા અને વેચાણ પછીના સપોર્ટ માટે આપવામાં આવતી સેવાઓ માટે વસૂલવામાં આવી રહ્યો છે.

મિન્ત્રાના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ માટે ગ્રાહકો પાસેથી ખૂબ જ નજીવો ચાર્જ લેવામાં આવી રહ્યો છે અને તેના બદલામાં તેમને શ્રેષ્ઠ મૂલ્યની ઓફર સાથે ઈ-શોપિંગનો વિશ્વસ્તરીય અનુભવ આપવામાં આવી રહ્યો છે. કંપની તમામ વિશિષ્ટ મોટી બ્રાન્ડ્સને એકસાથે લાવવા અને આ માટે ટેકનિકલ કુશળતા સાથે વેચાણ સપોર્ટ પૂરો પાડવા માટે આ નજીવો ચાર્જ લઈ રહી છે. એક તરફ, આનાથી ગ્રાહકોને ખરીદીનો બહેતર અનુભવ તો મળશે જ, પરંતુ તે કંપની માટે નફો વધારવાનું એક કારણ પણ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, મિન્ત્રા પહેલેથી જ રૂ. 1000થી નીચેના ઓર્ડર માટે રૂ.99 ચાર્જ કરી રહી છે અને તે લગભગ બે વર્ષથી ચાર્જ કરી રહી છે. જો કે, આ ફી મિન્ત્રા ઈન્સાઈડરના સભ્યો દ્વારા પણ ચૂકવવામાં આવે છે જેઓ તેના સભ્યપદ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા ગ્રાહકો છે.

નિષ્ણાતોના મતે, 10 રૂપિયાની આ સુવિધા ફી મિન્ત્રાના લગભગ 50 મિલિયન માસિક વપરાશકર્તાઓ અથવા ગ્રાહકો માટે ખાસ કોઈ વાંધો નથી અને તેના ઓર્ડર સરેરાશ 1400 રૂપિયા છે, તેથી 10 રૂપિયાનો વધારો કંપનીના ગ્રાહકોના બેઝ પર કોઈ અસર થશે નહીં.