Sunday, Jul 03, 2022 Today’s Paper

LIC Home Loan: LICએ હોમ લોનના દરમાં વધારો કર્યો, જાણો નવા દરો

21 Jun, 22 36 Views

કંપનીએ મે મહિનામાં પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો

LIC Home Loan: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India - RBI) દ્વારા રેપો રેટ (Repo Rate)માં વધારો કરવામાં આવ્યા બાદ તમામ બેંકો અને ધિરાણ આપતી કંપનીઓ વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. આ જ ક્રમમાં હવે લાઇફ ઇન્શ્યોરન્સ કંપની એલઆઇસી (LIC)ની હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC Housing Finance) ફાઇનાન્સ) એ હોમ લોન (LIC Home Loan) ના વ્યાજ દરો (Interest Rate)માં વધારો કર્યો છે. એટલે કે હવેથી તમારે વધુ EMI ચૂકવવો પડશે. જો તમે પણ ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે આ મોટો આંચકો છે.  


એલઆઇસી હિસિંગ ફાઇનાન્સ (LIC HFL)એ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ વિશે માહિતી આપી છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોનના વ્યાજ દરમાં 60 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવેથી તમારે 7.50 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જેનો અર્થ એ કે, હવેથી તમારી હોમ લોનનો વ્યાજ દર 7.50 ટકાથી શરૂ થશે.


કંપનીના નવા દર 20 જૂન 2022થી લાગુ થઈ ગયા છે. LHPLR (LICHFL) વાસ્તવમાં પ્રમાણભૂત વ્યાજ દર છે જેની સાથે LIC HFL લોનનો વ્યાજ દર જોડાયેલ છે. આ દરમિયાન એલઆઈસી એચએફએલના એમડી અને સીઈઓ વાય વિશ્વનાથ ગૌરે જણાવ્યું હતું કે, 'વ્યાજ દરમાં વધારો બજારની પ્રવર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ છે. જો ઐતિહાસિક રીતે સરખામણી કરવામાં આવે તો, દરો હજુ પણ ખૂબ જ સ્પર્ધાત્મક છે. તેથી, હાઉસિંગ લોનની માંગ સ્થિર રહેવાની અપેક્ષા છે.'

એલઆઇસીએ હોમ લોન દરમાં આ વધારા કર્યા પછી, નવો દર વધારીને 6.9 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આ દરો 13 મેથી લાગુ થયા હતા. કંપનીએ મે મહિનામાં પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો. કંપનીએ છેલ્લે ક્રેડિટ સ્કોર અનુસાર વ્યાજદરમાં વધારો કર્યો હતો. 700 થી ઉપરના ગ્રાહકો માટે પ્રારંભિક હોમ લોનના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

Trending Tags:

advertisment image