મેટા કંપનીએ અગાઉ નવેમ્બર 2022 માં પણ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી
Meta Layoffs: આઈટી ક્ષેત્ર (IT sector)માં છેલ્લા ઘણા સમયથી છટણીના સમાચાર આવી રહ્યા છે. ફેસબુક (Facebook), વોટ્સએપ (WhatsApp)ની પેરેન્ટ કંપની મેટા (Meta) પણ અગાઉ મોટા પાયે કર્મચારીઓની છટણી (Meta Layoffs) કરી ચુકી છે. હવે મેટાએ નવી છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. મેટા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી લગભગ 10,000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે.
મેટા કંપનીએ અગાઉ નવેમ્બર 2022 માં પણ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. મેટા પ્લેટફોર્મની આ છટણી પછી, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2021 ના મધ્યભાગ જેટલી થઈ જશે. કોરોના સમયગાળા દરમિયાન (કોવિડ -19), કંપનીએ 2020 થી જબરદસ્ત ભરતી કરી હતી. આ ભરતી બાદ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ હતી.
LinkedIn દ્વારા, કંપનીએ કર્મચારીઓને આ છટણી વિશે નવેસરથી જાણ કરી છે. આ છટણીમાં, એડ સેલ્સ ટીમ, માર્કેટિંગ અને ભાગીદારી ટીમ ઘટશે. તાજેતરમાં, કંપનીના ટાઉનહોલમાં, માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં 4000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે માર્ચમાં જણાવ્યું હતું કે છટણીનો બીજો રાઉન્ડ આગામી થોડા મહિનામાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. મોટે ભાગે આ છટણી નોન-એન્જિનિયરિંગ પોસ્ટ માટે છે.
Meta એ રિયલ્ટી લેબ્સ વિભાગમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે જે Metaverse વિકસાવે છે. જોકે આ યુનિટને 13.7 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. અગાઉ નવેમ્બર 2022 માં, મેટાએ તેના 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. મેટા દ્વારા આ છટણી આવકમાં ઘટાડો, ફુગાવો અને છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ જાહેરાતમાં ઘટાડાનું પરિણામ છે. જેમાં કોરોના સમયગાળા દરમિયાન તેજી જોવા મળી હતી.
Trending Tags: