કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે
DA Hike : દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel)ની કિંમતો વધતા સામાન્ય માણસોમાં મોંઘવારી (Inflation)ને લઈને ચર્ચા કરી રહ્યા છે. એવામાં મોંઘવારીની માયા વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ (Central employees) અને પેંશનરો (Pensioners)ની માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે (Modi government) મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3% વધારાને મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક 1 જાન્યુઆરી, 2022ના રોજ યોજાઈ હતી આ બેઠકમાં થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3 ટકા વધારાને મંજૂરી આપી છે. અગાઉ ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28 ટકાથી વધારીને 31 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ ડીએ વધીને 31 ટકા થઈ જશે.
કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓને છેલ્લા 3 મહિનાનું તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ સરકારે તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કર્યો છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી લઈને 2,32,152 20 રૂપિયા સુધીના એરિયર્સનો લાભ મળશે.
કેન્દ્ર સરકારના આ પગલાથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે.
Trending Tags: