ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં 19 એપ્રિલ પછી ચોથી વાર તેલના ભાવમાં વધારો થયો છે.
નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (petrol diesel price) લોકોને રડાવી રહ્યા છે પરંતુ ભારતનો પડોશી દેશ છે જ્યાં પેટ્રોલનો ભાવ તમારી કલ્પના બહારનો છે. જોકે, ભારતની (India) તુલના કરતા સસ્તું ગણી શકાય.
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં (srilankha) 19 એપ્રિલ પછી ચોથી વાર તેલના ભાવમાં વધારો થયો છે. જેને લીધે પેટ્રોલની કિંમતમાં 82 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 111 રૂપિયાનો તોતિંગ વધારા સાથે પેટ્રોલની કિંમત 420 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 400 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે.
છતાં પણ પેટ્રોલ - ડીઝલના ભાવ ભારત કરતા ઓછા છે. કારણ કે ભારતના એક રૂપિયાની કિંમત શ્રીલંકાના 4.64 રૂપિયા બરાબર છે. જેથી ભારતીય રૂપિયાના હિસાબે શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 90.57 રૂપિયા અને ડીઝલની કિંમત 86.15 રૂપિયા લિટર ગણી શકાય છે.
જ્યારે ભારતની તેલ કંપની IOCL ના લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાષ્ટ્રીય બજારમાં ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ આવ્યો નથી. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે.
Trending Tags: