Thursday, Aug 11, 2022 Today’s Paper

RBI MPC Meeting ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરુ, જાણો ક્યારે આવશે ક્રેડિટ પોલિસી

03 Aug, 22 45 Views

કોરોના સમયગાળા પહેલાના 5.15 ટકાના દરે હતો રેપો રેટ

RBI MPC Meeting: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India - RBI)ની મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy Committee - MPC)ની બેઠક આજે 3 ઓગસ્ટ, બુધવારથી શરુ શરૂ થઈ ગઈ છે. વધતી મોંઘવારી (inflation)ના સમયમાં આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, આ બેઠક બાદ ક્રેડિટ પોલિસી (Credit Policy) રજુ કરવામાં આવશે. જે બાદ લોનના ઈએમઆઈ વધશે કે કેમ તેની માહિતી મળશે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય દ્વિ-માસિક બેઠક 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી ચાલશે. જેનો અર્થ એ કે, 5 ઓગસ્ટના રોજ મીટિંગના પરિણામો જાહેર કરવામાં આવશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ 5 ઓગસ્ટે એમપીસી બેઠકના નિર્ણયોની જાહેરાત કરવાના છે એટલે કે આરબીઆઈની ક્રેડિટ પોલિસીની જાહેરાત 5 ઓગસ્ટ, શુક્રવારના રોજ કરવામાં આવશે. આ બેઠકમાં એમપીસી સભ્યો વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર ચર્ચા કરશે તેમજ દેશમાં વધી રહેલી મોંઘવારીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.  

ક્રેડિટ પોલિસીની જાહેરાત થવાની છે ત્યારે ચર્ચા એ પણ છે કે, વ્યાજ દર કોરોના સમયગાળા પહેલાના સ્તરે આવી શકે છે. કોરોનાના સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે, આરબીઆઈ દ્વારા ચાલુ રાખવામાં આવેલા રેપો રેટમાં ઘટાડો કરવાની પ્રક્રિયાને હવે અટકાવવામાં આવી રહી છે અને દરો વધારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આરબીઆઈએ હાલમાં રેપો રેટ 4.90 ટકા રાખ્યો છે, જે કોરોના સમયગાળા પહેલાના 5.15 ટકાના દર કરતા 0.25 ટકા ઓછો છે. મુખ્યત્વે આરબીઆઈનું ધ્યાન મોંઘવારી દરને વધતો અટકાવવા પર છે અને આ માટે આરબીઆઈ ગવર્નર પગલાં લઈ શકે છે. જેને લઈને ચર્ચા છે કે, રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે.

બેંક ઓફ બરોડાના એક રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, 'ચાલુ વર્ષ (2022)માં યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 225 બેસિસ પોઈન્ટ અથવા 2.25 ટકાનો વધારો કર્યો છે. બીજી તરફ, ભારતમાં તેની સરખામણીમાં આરબીઆઈએ આ વર્ષે અત્યાર સુધીમાં પોલિસી રેટમાં 0.90 ટકાનો વધારો કર્યો છે. તેના આધારે, એવું માની શકાય છે કે આરબીઆઈ પાસે હજુ પણ વ્યાજ દરો વધારવાની સંપૂર્ણ તકો છે અને તેનો ઉપયોગ દેશની મધ્યસ્થ બેંક કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મે મહિનામાં 0.40 ટકા અને જૂનમાં આરબીઆઈ દ્વારા 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી રેપો રેટ હાલમાં 4.90 ટકા છે. આ દરમિયાન સ્વિસ બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યોરિટીઝનો અંદાજ છે કે, આરબીઆઈ  એમપીસીની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાથી 0.30 ટકાનો વધારો કરી શકે છે. 

Trending Tags:

advertisment image