Sunday, Jul 03, 2022 Today’s Paper

Sundar Pichai Birthday : પિતાને અમેરિકા મોકલવામાં એક વર્ષનો પગાર લાગ્યો વાંચો સુંદર પિચાઈના સંઘર્ષની સ્ટોરી

10 Jun, 22 57 Views

પિચાઈ વિશે એવું કહેવાય છે કે ભલે તેઓ આજે સિલિકોન વેલીના દિગ્ગજ બની ગયા છે. પરંતુ તે આજે પણ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.

ગૂગલના સીઈઓ (Google CEO) સુંદર પિચાઈને (Sundar Pichai) આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમની ગણતરી ભારતીય મૂળના એવા એક્ઝિક્યુટિવ્સમાં (Executives) થાય છે જેમને સિલિકોન વેલીમાં મોટું નામ બનાવ્યું છે. વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ કંપનીઓમાંની એક ગુગલ કોઈ પણ રીતે નાની એવી વાત નથી આજે સુંદર પિચાઈનો જન્મદિવસ છે, જેમને ખૂબ જ સરળ પૃષ્ઠભૂમિમાંથી IT જગતના શિખર સુધીની સફર કરી હતી.

જમીનથી આકાશની ઉડાન 
પિચાઈ વિશે એવું કહેવાય છે કે ભલે તેઓ સિલિકોન વેલીના અનુભવી બની ગયા હોય પરંતુ તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. તે પોતે પણ પોતાના જૂના દિવસોને વારંવાર યાદ કરે છે. સુંદર પિચાઈનું બાળપણ વંચિતતામાં વીત્યું અને તેઓ તેમને ક્યારેય ભૂલી શકતા નથી. મોટા-મોટા કાર્યક્રમોમાં તે ઘણીવાર પોતાના વીતેલા દિવસોના દાખલા આપે છે. એકવાર તેમને આવા કાર્યક્રમમાં પહેલીવાર અમેરિકા પહોંચવાની વાત શેર કરી હતી.

પિતાના પૈસા ટિકિટ પાછળ ખર્ચ્યા કોરોના સંકટ દરમિયાન સુંદર પિચાઈએ એક કાર્યક્રમમાં વિશ્વભરના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે મુશ્કેલીઓ આવે છે. પરંતુ આવા સમયમાં સકારાત્મક રહેવાની જરૂર છે. ઉદા. તરીકે  તેના ભૂતકાળ વિશે જણાવ્યું હતું.

સુંદર પિચાઈએ કહ્યું હતું કે જ્યારે તેઓ ભારતથી પહેલી વખત અમેરિકા આવી રહ્યા હતા. ત્યારે તેમના પરિવારે અનેક પડકારોનો સામનો કર્યો હતો. પિચાઈના કહેવા મુજબ, 'જ્યારે હું પહેલીવાર ભારતથી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આવી રહ્યો હતો. ત્યારે મારા પિતાનો એક વર્ષનો પગાર પ્લેનના ભાડામાં લેવામાં આવ્યો હતો. પ્લેનમાં તે મારી પહેલી મુસાફરી હતી.

અમેરિકા ગયા પછી પહેલું કોમ્પ્યુટર મળ્યું 
અમેરિકા આવ્યા પછી તેમને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો. પિચાઈએ આના વિશે પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ભારતમાં મારા ઘરે ફોન કરવા માટે 2 ડોલર પ્રતિ મિનિટનો ખર્ચ થતો હતો. હું અમેરિકા ભણવા આવ્યો ત્યાં સુધી મારી પાસે મારું પોતાનું કમ્પ્યુટર પણ ન હતું.

અમારા ઘરમાં જ્યારે ટેલિવિઝન પહેલીવાર ખરીદાયું ત્યારે તેની એક જ ચેનલ હતી. આજે બાળકો પાસે તમામ પ્રકારના અને તમામ કદના કમ્પ્યુટર્સ છે. પણ મારી પાસે આવી સગવડ ન હતી. મારી પાસે 10 વર્ષની ઉંમર સુધી ટેલિફોન ન હતો.

advertisment image