Tuesday, Jan 31, 2023 Today’s Paper

બજેટ 2022 રજૂ થયા પછી આ 10 ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં રોકાણની તકમાં થયો નોંધપાત્ર વધારો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં મળશે વધુ વળતર

08 Feb, 22 100 Views

બજેટ રજૂ થયા પછી એ સ્પષ્ટ જોવા મળ્યું કે, સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મુક્યો છે

નવી દિલ્હી : 1 ફેબ્રુઆરી, 2022ના રોજ દેશનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટ રજૂ થયા પછી એ સ્પષ્ટ જોવા મળ્યું કે, સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મુક્યો છે. પીએમ ગતિશક્તિ ક્રાંતિને આગળ વધારવા હવે એરપોર્ટ, રેલવે, સાત એન્જિનો- રોડ, બંદરો, જળમાર્ગો, સામૂહિક પરિવહન અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ પર ધ્યાન આપવમાં આવશે.  નાણામંત્રી સિતારામણે બજેટમાં પીએમ ગતિશક્તિ દ્વારા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાહેર રોકાણની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.


કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જયારે એટલો ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે નિષ્ણાતોના મતે, સરકારના આ સ્ટેપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પ્રોત્સાહન મળશે. જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરો ઊંચા જઈ શકે છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ્સમાં સમાવિષ્ટ ટોચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોની યાદી તમે ચકાસી શકો છો


લાર્સન એન્ડ ટુબ્રો (L&T)

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 18 છે
રૂ.1008 કરોડનું સ્ટોક્સમાં ઈન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે 
L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર, SBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આદિત્ય બિરલા SL ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને UTI ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને IDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધારે વળતરની તક છે.


ભારતી એરટેલ

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 15 છે.

રૂ.581 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

SBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, UTI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, LIC MF ઈન્ફ્રા,  ICICI Pvt. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્રેન્કલિન બિલ્ડ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા14 છે.

રૂ. 380 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

આદિત્ય બિરલા SL ઈન્ફ્રાસ્ટ્રક્ચર, IDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વૃષભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુંદરમ ઈન્ફ્રા એડવાન્ટેજ અને LIC MF ઈન્ફ્રા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

RIL

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 12 છે.

રૂ. 318 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે. 
 

SBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, LIC MF ઈન્ફ્રા  સુંદરમ ઈન્ફ્રા એડવાન્ટેજ, ટૌરસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોટક ઈન્ફ્રા એન્ડ ઈકો રિફોર્મ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

CONCOR

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 12 છે.

રૂ. 159 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

કોટક ઈન્ફ્રા એન્ડ ઈકો રિફોર્મ, ઈન્વેસ્કો ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુટીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈડીએફસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.


એનટીપીસી

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 10 છે.

રૂ. 321 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

ICICI પ્રુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, HDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર,  UTI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આદિત્ય બિરલા SL ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને HSBC ઈન્ફ્રા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

KNR બાંધકામ

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 10 છે.

રૂ. 140 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

કેનેરા રોબ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, HSBC ઈન્ફ્રા ઈક્વિટી, LIC MF ઈન્ફ્રા,  ટાટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્કો ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.


હનીવેલ

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 10 છે.

રૂ. 148 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

HSBC ઈન્ફ્રા ઈક્વિટી અને L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આદિત્ય બિરલા SL ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુંદરમ ઈન્ફ્રા એડવાન્ટેજ અને કેનેરા રોબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

પીએનસી ઇન્ફ્રાટેક

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 9 છે.

રૂ.139 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

આદિત્ય બિરલા SL ઈન્ફ્રાસ્ટ્રક્ચર, IDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેનેરા રોબ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્કો ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોટક ઈન્ફ્રા એન્ડ ઈકો રિફોર્મ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

કમિન્સ

આ સ્ટોક ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સની સંખ્યા 9 છે.

રૂ. 110 કરોડ સ્ટોક્સમાં ઇન્ફ્રા ફંડના રોકાણનું મૂલ્ય છે.

LIC MF ઇન્ફ્રા, UTI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોટક ઇન્ફ્રા એન્ડ ઇકો રિફોર્મ અને ઇન્વેસ્કો ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં વધુ વળતરની તક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં રજૂ કરવામાં આવેલો ડેટા 31 ડિસેમ્બર, 2021 સુધીનો છે.