Sunday, Jul 03, 2022 Today’s Paper

Income Tax E-Filing: ઈન્ક્મ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં કરદાતાઓ કરી રહ્યા છે સમસ્યાનો સામનો, જાણો ટેક્સ વિભાગે શું કહ્યું

07 Jun, 22 62 Views

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે

Income Tax E-Filing: આજના ટેક્નોલોજી (Technology)ના યુગમાં ઘણા મહત્વના કામ ડીઝીટલ માધ્યમ (Digital medium)થી પૂર્ણ કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ (Online platform) પર થતા આ કામમાં જેટલી સરળતા છે એટલી જ જટિલતા કેટલીકવાર સર્વર ડાઉન (Server down) થવા પર થતી હોય છે. આવી જ કઈંક સમસ્યાનો સામનો કરદાતાઓ (Taxpayers) કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગ (Income Tax Department)ની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટ (E-filing website)માં ફરી એકવાર કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

આવકવેરા વિભાગે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'ઈ-ફાઈલિંગ વેબસાઈટના સર્ચ ફંક્શનમાં સમસ્યા અમારા ધ્યાનમાં આવી છે. આવકવેરા વિભાગે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ઇન્ફોસિસને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે અને કંપનીએ ખાતરી આપી છે કે તે આ મુદ્દાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવા માટે કામ કરી રહી છે.' આ સાથે જ આવકવેરા વિભાગે આ ટ્વીટ કરી કરદાતાને આ સમસ્યા અંગે જણાવવાની સાથે જ પોતાના ટ્વીટમાં ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને પણ ટેગ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઈ - ફાઈલિંગ વેબસાઈટમાં આ પ્રકારની સમસ્યા પ્રથમ વખત સામે આવી નથી. પરંતુ પાછલા વર્ષમાં પણ વેબસાઈટને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ ઘણી વખત લંબાવવાની ફરજ પડી હતી. એવા સમયે આજે જયારે ઈન્કમ ટેક્સ ઈ - ફાઈલિંગની વેબસાઈટમાં સમસ્યા આવી રહી છે, ત્યારે આ સમસ્યા ક્યારે ઉકેલાશે તે જોવાનું રહેશે.

advertisment image