Sunday, Jul 03, 2022 Today’s Paper

Cryptocurrencies: ક્રિપ્ટોકરન્સી પર TDS અંગે 1 જુલાઈથી આ નિયમો લાગુ થશે, CBDTએ જાહેરનામું બહાર પાડ્યું

23 Jun, 22 39 Views

વર્ષમાં 10,000 રૂપિયાથી વધુની ડિજિટલ અસ્કયામતો અથવા ક્રિપ્ટોકરન્સીની ચુકવણી પર એક ટકાના દરે કર કપાત (TDS) વસૂલવામાં આવશે

Cryptocurrencies: આ વર્ષે રજૂ થયેલા દેશના નાણાકીય બજેટ (Financial Budget)માં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર વર્ચ્યુઅલ અથવા ડિજિટલ સંપત્તિઓ (Digital Property) પર ટેક્સ (Tax) લાદવા જઈ રહી છે અને તેના માટે ટૂંક સમયમાં જોગવાઈઓ આવશે. જેના અનુસંધાને હવે CBDTએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વિભાગે ડિજિટલ અસ્કયામતો અથવા ક્રિપ્ટોકરન્સી (Cryptocurrencies) માટે TDS કપાતને લગતી વિગતવાર ડિસ્ક્લોઝર આવશ્યકતાઓને સૂચિત કરી છે. આ અંતર્ગત ટ્રાન્સફરની તારીખ અને પેમેન્ટની પદ્ધતિ અથવા મોડ પણ જણાવવાનું રહેશે.

નોંધનીય છે કે, ફાઇનાન્સ એક્ટ 2022 એ આવકવેરા કાયદામાં કલમ 194S ઉમેર્યું છે, જે હેઠળ 1 જુલાઈથી અમલમાં આવતા વર્ષમાં 10,000 રૂપિયાથી વધુની ડિજિટલ અસ્કયામતો અથવા ક્રિપ્ટોકરન્સીની ચુકવણી પર એક ટકાના દરે કર કપાત (TDS) વસૂલવામાં આવશે. આ નવી જોગવાઈને લાગુ કરવા માટે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 21 જૂને ફોર્મ 26QE અને ફોર્મ 16Eમાં TDS રિટર્ન ફાઇલ કરવા સંબંધિત IT નિયમોમાં કેટલાક સુધારાની સૂચના આપી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 21 જૂનના રોજ ફોર્મ 26QE અને ફોર્મ 16E માં TDS રિટર્ન ભરવાના સંબંધમાં આવકવેરા નિયમોમાં કેટલાક સુધારાને સૂચિત કર્યા છે. આ પગલું નવી જોગવાઈને લાગુ કરવા માટે લેવામાં આવ્યું છે. CBDT એ સૂચના આપી કે, કલમ 194S હેઠળ જમા TDS તે મહિનાના અંતથી 30 દિવસની અંદર જમા કરાવવાનો રહેશે. આ રીતે કાપવામાં આવેલ ટેક્સ ચલાન સાથે સ્ટેટમેન્ટ ફોર્મ 26QE માં જમા કરવામાં આવશે. 

advertisment image