Wednesday, Aug 17, 2022 Today’s Paper

Online Payment: UPI આધારિત ડિજિટલ પેમેન્ટ્સ સતત બીજા મહિને 10 લાખ કરોડને પાર, જાણો વિગત

02 Jul, 22 52 Views

મહિના દરમિયાન 5.86 અબજ UPI આધારિત વ્યવહારો થયા હતા

Online Payment: તાજેતરના સમયમાં ડીજીટલ પેમેન્ટ (Digital Payment)નું ચલણ વધ્યું છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online Transaction)ની સંખ્યા દરરોજ વધી રહી છે. આ દરમિયાન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India- NPCI) દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, યુપીઆઈ (UPI) આધારિત ડિજિટલ પેમેન્ટ્સ જૂનમાં સતત બીજા મહિને રૂ. 10 લાખ કરોડથી ઉપર રહ્યા હતા. જો કે, તે પાછલા મહિનાની સરખામણીમાં લગભગ ત્રણ ટકા ઓછો છે.


નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જૂન 2022માં UPI આધારિત ડિજિટલ પેમેન્ટ્સ રૂ. 10,14,384 કરોડ રહ્યું હતું. જે પાછલા મહિનાની સરખામણીએ 2.6 ટકા ઓછો છે. એકંદરે, મહિના દરમિયાન 5.86 અબજ UPI આધારિત વ્યવહારો થયા હતા. જ્યારે મે મહિનામાં કુલ 5.95 અબજ વ્યવહારો દ્વારા રૂ. 10,41,506 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. તે જ સમયે, એપ્રિલમાં, યુપીઆઈ પર આધારિત 5.58 અબજ ટ્રાન્ઝેક્શન દ્વારા 9,83,302 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.

આજકાલ લોકો Google Pay, PhonePe, Bharat Pay, Paytm વગેરે જેવી વિવિધ એપ દ્વારા સરળતાથી UPI પેમેન્ટ કરી શકે છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં UPIનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. UPI દ્વારા, તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં રિયલ ટાઈમમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

Trending Tags:

advertisment image