Thursday, Dec 02, 2021 Today’s Paper

બિટકોઇન સહિત તમામ ખાનગી ક્રિપ્ટો કરનન્સી પર મોદી સરકાર મૂકશે પ્રતિબંધ, આ સત્રમાં બિલ લાવશે

24 Nov, 21 28 Views

શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ થવાની સંભાવનાઃ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર મુકી શકે છે પ્રતિબંધ

નવી દિલ્હી : ક્રિપ્ટો કરન્સીને લઇને મોદી સરાકર આકરા મૂડમાં જોવા મળી રહી છે. સરકાર ક્રિપ્ટો કરન્સી પર સંકજો કસવા માટે કમર કસી રહી છે. સરકાર તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા માટે શિયાળુ સત્રમાં એક બિલ લાવશે

કેન્દ્ર સરકારે આગામી શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 રજૂ કરવાની તૈયારી કરી છે.  આ બિલ હેઠળ ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની અને આરબીઆઈ દ્વારા રજૂ કરાનારી ડિજિટલ કરન્સીને નિયંત્રિત કરવા માળખું ઘડવા દરખાસ્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

સંસદનું શિયાળુ સત્ર 29મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે લોકસભામાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 રજૂઆત માટે યાદીમાં રજૂ કરાયું છે. લોસભાના એજન્ડા મુજબ સરકાર શિયાળુ સત્ર દરમિયાન 26 નવા બિલ રજૂ કરશે, જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલમાં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) દ્વારા રજૂ કરાનારા સત્તાવાર ડિજિટલ કરન્સી બનાવવા માટે માળખું ઊભું કરવા દરખાસ્ત કરાઈ છે.

દેશમાં રિઝર્વ બેન્ક, આરએસએસ અને વડાપ્રધાન મોદીએ ક્રિપ્ટોકરન્સી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ આ બિલમાં ભારતમાં બધી જ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાની જોગવાઈ કરાઈ છે. જોકે, તેમાં ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા કેટલીક કરન્સીને ચોક્કસ છૂટછાટો અપાય તેવી સંભાવના છે. હાલમાં દેશમાં કોઈપણ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર કોઈ નિયંત્રણ અથવા કોઈ પ્રતિબંધ નથી.

તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સરળ અને ઊંચા વળતરનું વચન આપતી અનેક જાહેરાતો જોવા મળી રહી છે. આ જાહેરાતોમાં ફિલ્મ સ્ટાર્સ પણ ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરી રહ્યા છે. બીજીબાજુ આરબીઆઈએ રોકાણકારોને આકર્ષવા માટે તેમને ગેરમાર્ગે દોરતા દાવાઓ અંગેની જાહેરાતો પર ચિંતા વ્યક્ત કરી છે.

advertisment image