Thursday, Aug 11, 2022 Today’s Paper

Stock Market: શેર માર્કેટને ફળ્યો શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, તેજી સાથે બંધ થયું બજાર

01 Aug, 22 40 Views

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં આજે 6 ટકાનો વધારો જોવા મળ્યો

Stock Market: પવિત્ર માસ શ્રાવણ મહિના (Shravan month)નો આજે પ્રથમ સોમવાર (Monday) હોય દેશભરમાં શ્રદ્ધાળુઓ મહાદેવજીના દર્શન માટે પહોંચ્યા હતા. આ સાથે જ લાગે છે કે, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર શેર માર્કેટને ફળ્યો છે. આજે 1 ઓગસ્ટ, સોમવારના રોજ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે (business day) શેરબજાર (Stock Market) ગ્રીન સિગ્નલ (Green signal) સાથે બંધ થયું છે. આજના ટ્રેડિંગ બાદ સેન્સેક્સ (Sensex) 545.25 પોઈન્ટ અથવા 0.95 ટકાના વધારા સાથે 58,115.50 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ (Nifty Index) પણ 181.80 પોઈન્ટ અથવા 1.06 ટકાના વધારા સાથે 17,340.05 ના સ્તર પર બંધ થયો હતો.

ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. ક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે તમામ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, આઈટી, મીડિયા, ફાઈનાન્સિયલ સર્વિસ,  હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, મેટલ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. આ સાથે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસમાં માત્ર ફાર્મા સેક્ટરમાં જ વેચવાલીનો દબદબો જોવા મળ્યો હતો.

આજના દિવસે જયારે શેર બજાર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયું છે, ત્યારે ઘણી કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ ગેઈનર કંપનીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું નામ આવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં આજે 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજના તેજીવાળા શેરની વાત કરીએ તો ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ અને ભારતી એરટેલને સારો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે જ એસબીઆઈ, કોટક બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા એચડીએફસી, મારુતિ સુઝુકી, આઈટીસી, પાવર ગ્રીડ, એનટીપીસી, વિપ્રો, ટાટા સ્ટીલ, ટાઈટન, ડો રેડ્ડીઝ, એલટી, ઈન્ફોસીસ અને એચસીએલ ટેકના શેરોમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે.

આજના દિવસે કેટલીક કંપનીઓ એવી પણ છે, જેના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 6 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સન ફાર્મા ટોપ લૂઝર કંપની રહી છે. આ સિવાય ઈન્ડસઇન્ડ બેંક , એચયુએલ, ટીસીએસ, એશિયન પેઇન્ટસ, અને નેસ્લે ઇન્ડિયાના શેરમાં પણ વેચાણ જોવા મળ્યું હતું. આ સિવાય તમામ કંપનીઓના શેર જોરદાર તેજી સાથે બંધ થયા છે. 

advertisment image