આમિર ખાને સોશિયલ મીડિયા પર ફેન્સને પોતાના ફૂટબોલ સેશનની ઝલક બતાવી છે
Aamir Khan played football: ચોમાસા (Monsoon)નું આગમન અને વરસાદ (Rain)ની રેલમછેલ વચ્ચે દરેક માનવીનું હૃદય હિલોળે ચઢતું હોય છે. એવામાં પહેલાં પહેલાં વરસાદની જો વાત કરીએ તો મોટાભાગના લોકો તેમાં ભીંજાવાનું પસંદ કરે છે. ત્યારે બોલીવુડ એક્ટર આમિર ખાને (Aamir Khan) પોતાના પુત્ર આઝાદ (Azad Khan) સાથે ચાલુ વરસાદે ફૂટબોલ (Football) રમવાની મજા માણી હતી. જેનો વિડિયો (Video) સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આમિર ખાન આ દિવસોમાં પરિવાર (Family) સાથે સમય વિતાવી રહ્યો છે.
આમિર ખાન મુંબઈના ચોમાસાની મજા માણી રહ્યો છે. હકીકતમાં વરસાદમાં આમિરે પુત્ર આઝાદ સાથે ફૂટબોલ રમ્યો હતો. બંને વરસાદમાં ખૂબ જ મસ્તી કરી રહ્યાં છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાપ-દીકરાની બોન્ડિંગ જોવા મળી રહી છે. ફેન્સ પણ આ બોન્ડિંગના વખાણ કરવાનું બંધ કરી રહ્યા નથી.
આમિર ખાને સોશિયલ મીડિયા પર ફેન્સને પોતાના ફૂટબોલ સેશનની ઝલક બતાવી છે. આમિર ખાન પ્રોડક્શને તેના ફૂટબોલ સેશનનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું- મસ્તી અને ઘણો વરસાદ. આમિર અને આઝાદે વરસાદમાં ફૂટબોલ સેશનની મજા માણી હતી. વીડિયોમાં એક જગ્યાએ બંને સ્કોર અંગે પણ દલીલ કરી રહ્યાં છે. આઝાદ કહે છે કે, તેણે ત્રણ ગોલ કર્યા છે, જ્યારે અમીર કહે છે કે તેણે માત્ર એક ગોલ કર્યો છે. વીડિયોમાં આમિર અને આઝાદ મુંબઈમાં પોતાના ઘરે વરસાદની મજા લેતા જોવા મળે છે.
વીડિયોમાં આમિર બ્લેક ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યો છે. આમિર ખાનની આ પોસ્ટ પર ફેન્સ જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું - 'આ લાગણી અદ્ભુત છે. વરસાદમાં ફૂટબોલ રમવું એ સ્વર્ગ છે.' જ્યારે બીજાએ લખ્યું- ' હું પણ તમારી સાથે ફૂટબોલ રમવા માંગુ છું.'
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આમિર ખાન તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર રીમેક છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.
Trending Tags: