Wednesday, Aug 17, 2022 Today’s Paper

200 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગ કેસઃ ઇડીએ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસને એરપોર્ટ પર વિદેશ જતા રોકી

06 Dec, 21 59 Views

જેલમાંથી ખંડણીનું રેકેટ ચલાવતો મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખરે જેક્લિનને 10 કરોડની ગીફ્ટ આપી હોવાના અહેવાલો

મુંબઇ : બોલીવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને રવિવારના રોજ મુંબઇ એરપોર્ટ પર ઇડીએ દુબઇ જતા અટકાવી એરપોર્ટ પર જ રોકી દીધી હતી.  ઇડી છેલ્લા ઘણા સમયથી જેકલીન અને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરના કનેકશન વિશે તપાસ ચલાવી રહી  હતી.

ચંદ્રશેખર બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને 10 કરોડ રૂપિયાની ગીફ્ટ આપી હતી.  સુકેશે બોલીવૂડની અન્ય એક અભિનેત્રી નોરા ફતેહીને એક વૈભવી કાર અને મોંઘો મોબાઇલ ફોન પણ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દરમ્યાન ઇડીએ તાજેતરમાં 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ  પ્રકરણે 7 હજાર પાનાનું આરોપનામું દાખલ કર્યું હતું. મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર તેની એકટર પત્ની લીના મારિયા પોલી અને અન્ય છ જણ સામે આરોપનામામાં ચોંકાવી દેનારા અને ગંભીર દાવા કરવામાં આવ્યા છે.

ઇડીએ દિલ્હીની એક અદાલત સામે આરોપનામું રજૂ કર્યું હતું. એવો આરોપ કરવામાં આવ્યો છે કે સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાં બંધ હતો એ દરમ્યાન એક ઉદ્યોગ પતિની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. ચાર્જશીટમાં જેકલીન અને નોરા ફતેહી બન્નેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બન્ને અભિનેત્રીઓની આ સંદર્ભે ઇડીએ પૂછપરછ પણ કરી  છે.

દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ઓગસ્ટમાં આ બાબતે એક એફઆઇઆર નોંધી હતી. ચંદ્રશેખર સામે દેશભરમાં ઘણા કેસ ચાલી રહ્યા છે. ઇડીએ પોલીસની એફાઅઇઆરને આધારે ગુનો નોંધ્યો હતો. સુકેશ સામે એવો આરોપ છે કે તેણે ગૃહ મંત્રાલયના એક અધિકારી બનીને ઉદ્યોગ પતિની પત્નીને છેતરી હતી અને તેના પાસેથી ખંડણી પડાવી હતી.

advertisment image