મિથિલેશ ચતુર્વેદીની કિડનીમાં પણ ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તે ડાયાલિસિસ પર હતા
Mithilesh Chaturvedi Death: બોલીવુડની હિટ ફિલ્મો કોઈ મિલ ગયા, ગદ્દર, બંટી ઔર બબલીમાં શ્રેષ્ઠ અભિનય કરનાર એક્ટર મિથિલેશ યાદવે (Mithilesh Chaturvedi Death) આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. બોલીવુડના જાણીતા પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું 67 વર્ષની વયે નિધન થયું છે. મિથિલેશ ચતુર્વેદીએ 4 ઓગસ્ટ, ગુરુવારની વહેલી સવારે મુંબઈ (Mumbai)ની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (Kokilaben Dhirubhai Ambani Hospital)માં અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર મિથિલેશ ચતુર્વેદીનું મૃત્યુ હૃદય રોગ (Heart disease)ના કારણે થયું છે.
મિથિલેશ ચતુર્વેદીના મૃત્યુની પુષ્ટિ તેમના જમાઈએ કરી છે. આશિષ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા કેટલીક તસવીરો સાથે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, 'તમે વિશ્વના શ્રેષ્ઠ પિતા હતા, તમે મને પુત્ર જેવો પ્રેમ આપ્યો, જમાઈની જેમ નહીં. ભગવાન તમારા આત્માને શાંતિ આપે.'
આશિષ ચતુર્વેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, 'બાબુજી (મિથિલેશ ચતુર્વેદી)ને 10 દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે અમે તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે પહેલા કરતાં વધુ સારું અનુભવી રહ્યા હતા, પરંતુ આજે સવારે 4.00 વાગ્યે સારવાર દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી. તેને ફરીથી હાર્ટ એટેક આવ્યો અને તે અમને બધાને છોડીને ચાલ્યા ગયા. તેમની કિડનીમાં પણ ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તે ડાયાલિસિસ પર હતા.'
આશિષ ચતુર્વેદીએ ઉમેર્યું હતું કે, 'બાબુજીને હાર્ટ એટેકના 10 દિવસ પહેલા કોઈ સમસ્યા નહોતી. તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા અને તેમના કામમાં વ્યસ્ત રહેતા હતા.' સ્વર્ગસ્થ મિથિલેશ ચતુર્વેદીના અંતિમ સંસ્કાર વર્સોવાની સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા છે.
મિથિલેશ ચતુર્વેદી તેમની કારકિર્દીમાં અનેક નાના - મોટા પાત્રો નિભાવ્યા છે. મિથિલેશ ચતુર્વેદી વેબ શો સ્કેમમાં રામ જેઠમલાણીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ગુલાબો-સિતાબો ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ સાથે જ મિથિલેશ ચતુર્વેદીએ ઋત્વિક રોશનની સાથે ફિલ્મ કોઈ મિલ ગયા, સની દેઓલ સાથે ગદર જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણા ટીવી શો અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે.
Trending Tags: