Saturday, Jun 10, 2023 Today’s Paper

Akshay Kumar: અક્ષય કુમાર બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યો, હર હર મહાદેવના નારા લગાવ્યા

23 May, 23 61 Views

અક્ષય કુમારે કપાળમાં લાલ અને પીળું તિલક લગાવ્યું છે

Akshay Kumar: બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) આજે 23 મે, મંગળવારે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ મંદિર (Kedarnath Temple) પહોંચ્યો હતો. અક્ષય કુમારે કેદારનાથ ભગવાન સમક્ષ નમન કરીને આશીર્વાદ લીધા હતા. અક્ષય કુમારે કપાળમાં તિલક પણ છપાવ્યું હતું. પુરી શ્રદ્ધા સાથે બાબાના દર્શન કરી અક્ષય કુમારે હર - હર મહાદેવ (Har Har Mahadev)નો જયકાર લગાવ્યો હતો.

અક્ષય કુમારે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી એ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની સુરક્ષા સાથે કેદારનાથ મંદિરમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. અક્ષયની આસપાસ ચાહકોની ભીડ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.

વીડિયોમાં વધુમાં જોવા મળે છે કે, અક્ષય કુમાર બ્લેક હાફ સ્લીવ ટી-શર્ટ અને મેચિંગ રંગીન પેન્ટ પહેરેલો જોવા મળે છે. અક્ષય કુમારે કપાળમાં લાલ અને પીળું તિલક લગાવ્યું છે. ભગવાનના દર્શન કર્યા પછી, અક્ષય કુમાર મંદિરની બહાર આવે છે અને તેના બંને હાથ જોડીને ચાહકોનો આભાર વ્યક્ત કરે છે.