અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર બંનેએ પહેલીવાર એકસાથે ફિલ્મ 'ખાલી પીલી'માં કામ કર્યું હતું
Ananya - Ishaan Breakup: બૉલીવુડ (Bollywood)માં પ્રેમભરી ફિલ્મો બને છે એટલું જ નહીં, પરંતુ પ્રેમભર્યા વ્યક્તિગત સંબંધો પણ કેળવાય છે. બૉલીવુડ સ્તરના આ પ્રેમ સંબંધો ઘણી વખત સુખી લગ્ન જીવન (Married life)માં પરિણમે છે. જયારે ઘણી વખત વર્ષો સુધી સાથે રહ્યા પછી એકબીજા એકબીજાની સહમતીથી દૂર થઈ જતા હોય છે.આવું જ કઈંક બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) અને એક્ટર ઈશાન ખટ્ટર (Ishaan Khattar)ના સંબંધોમાં જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ તેમના ત્રણ વર્ષના સંબંધોનો અંત લાવ્યો છે. જો કે, બંનેએ ક્યારેય તેમના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી. પરંતુ હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે, બંનેનું બ્રેકઅપ (Breakup) થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ અનન્યા પાંડે અને એક્ટર ઈશાન ખટ્ટર બંનેએ પહેલીવાર એકસાથે ફિલ્મ 'ખાલી પીલી'માં કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગના દિવસોથી જ બંનેએ એકબીજાને સારી રીતે જાણ્યા અને એકબીજાની નજીક આવ્યા. અહીંથી જ તેમની લવ સ્ટોરીની શરૂઆત થઇ હોવાનું પણ કહેવાય છે. આ ફિલ્મના શૂટિંગથી લઈને બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ઘણીવાર આ બંને સ્ટાર્સ જાહેરમાં સાથે જોવા મળતા હતા. બંને સ્ટાર્સે નવું વર્ષ પણ સાથે ઉજવ્યું હોવાનું કહેવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી માટે બંને માલદીવ પણ ગયા હતા. પરંતુ હવે બંનેના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ સાથે જ તેમના ફેન્સને ઝટકો લાગ્યો છે.
અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આ સમાચારના એક મહિના પહેલા જ બંને સાથે જોવા મળ્યા હતા. એ દિવસે શાહિદ કપૂરનો જન્મદિવસ હતો. શાહિદ કપૂરના બર્થડે સેલિબ્રેશનમાં અનન્યા અને ઈશાન સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, શાહિદ કપૂર ઈશાનનો ભાઈ છે. એટલે અનન્યા ઇશાનના પરિવારમાં થતી વિવિધ ઉજવણીમાં પણ જોવા મળી છે. શાહિદ કપૂરના જન્મદિવસ સમયે સાથે જોવા મળેલા આ કપલની તસવીરોનો સોશિયલ મીડિયા પર દબદબો રહ્યો હતો. એવું લાગ્યું કે માત્ર ઈશાન જ નહીં પરંતુ આખા પરિવારે અનન્યા પાંડેને સ્વીકારી લીધી છે. તે જ સમયે, ઈશાનની માતા અને અભિનેત્રી નીલિમા અઝીમે પણ તાજેતરના ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડેને તેના પરિવારનો ભાગ હોવાનું કહ્યું હતું.
અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે બ્રેકઅપ કર્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે એ પણ સામે આવી રહ્યું છે કે, બંનેએ પરસ્પર સંમતિથી આ નિર્ણય લીધો છે. બંનેના નિર્ણય મુજબ, હવે તેઓ મિત્રો જ રહેશે અને પ્રેમ સંબંધને અહીં જ પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે આ સ્ટાર્સના ફેન્સ માટે આ ખરાબ સમાચાર સાથે એક સમાચાર સારા પણ છે કે, બંનેએ એ પણ નક્કી કર્યું છે કે જો તેઓને આગામી સમયમાં એક સાથે કોઈ ફિલ્મની ઓફર કરવામાં આવશે તો તેઓ સાથે કામ કરવામાં અચકાશે નહીં. જેનો અર્થ એ કે આ બંને સ્ટાર્સ જાહેર જીવનમાં ભલે સાથે જોવા ન મળે પરંતુ તેઓ ફિલ્મોમાં સાથે કામ કરતા જોવા મળશે.
Trending Tags: