Wednesday, Sep 27, 2023 Today’s Paper

Bharti - Haarsh: ભારતી સિંહ હર્ષ લિમ્બાચિયાને ડ્રગ કેસમાં મુંબઈની વિશેષ કોર્ટે આપી રાહત

07 Jun, 23 89 Views

વર્ષ 2020માં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો

Bharti - Haarsh: ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachia)ને મુંબઈની વિશેષ અદાલતે (Special Court at Mumbai) મોટી રાહતના આપી છે. ભારતી સિંહ અને હર્ષ બંને માટે સારા સમાચાર એ છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics control bureau)એ બંને સેલેબ્સના જામીન રદ કરવા માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ડ્રગ્સ કેસ (Drugs case)માં હાલ જામીન પર બહાર છે.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ વીવી પાટીલના જણાવ્યા અનુસાર,  ડ્રગ્સ કેસના વિશેષ ન્યાયાધીશે NCBની આ અરજીને ફગાવી દીધી હતી. તેના વિગતવાર ઓર્ડર મંગળવારે બહાર આવ્યા હતા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાને 15000ના બોન્ડ પર જામીન મળ્યા હતા. ગયા વર્ષે એનસીબીએ ફરી ચાર્જશીટ દાખલ કરી હતી.

કોર્ટે ગયા અઠવાડિયે આ મામલામાં કહ્યું હતું કે દંપતી સામે આવી કોઈ ફરિયાદ આવી નથી કે તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય, ન તો કાયદાના કામમાં દખલગીરી કરી હોય. આવી સ્થિતિમાં તેમના જામીન રદ કરી શકાય નહીં.

ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા સામે નોંધાયેલા ડ્રગ્સ કેસની વિગતો જોઈએ તો, વર્ષ 2020માં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો, દંપતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજા મળી આવ્યો હોવાનો આરોપ છે. આવી સ્થિતિમાં નવેમ્બર મહિનામાં NCB દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની તપાસ દરમિયાન બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના ઘણા નામો સામે આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના મોતનો કેસ અને તેમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ એનસીબી સક્રિય થઈ ગઈ છે.  NCBએ આ કેસની કમાન સંભાળી હતી. આવી સ્થિતિમાં રિયા ચક્રવર્તીથી લઈને અનેક સ્ટાર કિડ્સના નામ સામે આવ્યા હતા.