Thursday, Aug 11, 2022 Today’s Paper

Priyank Sharma Ghaziabad Attack: બિગ બોસ ફેમ પ્રિયાંક શર્મા પર ગાઝિયાબાદમાં થયો હુમલો, નોંધાવી પોલીસ ફરિયાદ

03 Aug, 22 35 Views

પ્રિયાંક શર્માએ કહ્યું કે, 'આ ઘટના ઘણી ડરામણી હતી'

Priyank Sharma: બિગ બોસ ફેમ (Bigg Boss fame) અને ટેલિવિઝન શો હોસ્ટ તેમજ એક્ટર પ્રિયાંક શર્મા (Priyank Sharma)માં ગાઝિયાબાદ (Ghaziabad)માં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. 30 જુલાઈ, 2022ના રોજ ગાઝિયાબાદની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રિયાંક શર્મા પર હુમલો કર્યો હતો. જે બાદ હવે એક્ટરે આ મામલે આજે 3 ઓગસ્ટ, બુધવારે કૌશામ્બી પોલીસ સ્ટેશન (Kaushambi Police Station) પહોંચી ફરિયાદ નોંધાવી છે.

કૌશામ્બી પોલીસે પ્રિયાંક શર્માની ફરિયાદના આધારે આ કેસ આઈપીસીની કલમ 323 હેઠળ નોંધ્યો છે. પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રિયાંક શર્માએ કહ્યું હતું કે, 'ગાઝિયાબાદના કૌશામ્બીમાં બનેલી આ ઘટના બાદ તેણે પોલીસને પુરાવા તરીકે હોસ્પિટલ પાસેથી સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા, પરંતુ હોસ્પિટલની સુરક્ષાને કારણે તેને ફૂટેજ મળ્યા ન હતા. જે બાદ હવે અભિનેતાએ તેની સાથે થયેલા હુમલા અંગે કેસ નોંધાવ્યો છે.'

પ્રિયંક શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, 'તે તેની માતાના ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે કોઈ અજાણ્યા શખ્સે તેના પર હુમલો કર્યો હતો. પ્રિયંકે તે વ્યક્તિનો હાથ પકડી લીધો અને પછી હોસ્પિટલના બે માણસો પણ તેની મદદ માટે બહાર આવ્યા હતા. જોકે, બાદમાં હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો.'

ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રિયાંક શર્માએ કહ્યું કે, 'આ ઘટના ઘણી ડરામણી હતી.' પ્રિયાંક શર્મા પર થયેલા હુમલા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ તે આરોપીને કેટલા સમયમાં ઝડપી પડે છે, તેમજ તપાસ બાદ શું સામે આવે છે.

પ્રિયંક શર્મા ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'માં એટલે કે વર્ષ 2017માં આવેલી 11મી સીઝનમાં જોવા મળ્યો હતો. આ શોમાં તેમજ આ શો પછી પ્રિયાંક શર્માને ઘણી લોકપ્રિયતા મળી. આ સિવાય પ્રિયાંક શર્મા એમટીવી પર પ્રસારિત થતા 'રોડીઝ' શોનો પણ ભાગ રહી ચૂક્યો છે.

Trending Tags:

advertisment image