Wednesday, Aug 17, 2022 Today’s Paper

Holi celebration: બૉલીવુડ સ્ટાર્સે કરી હોળીની ઉજવણી, જુઓ વિવિધ રંગોમાં રંગાયેલા સ્ટાર્સની તસવીરો

18 Mar, 22 62 Views

બૉલીવુડ સ્ટાર્સે હોળી રમતા વખતની તસવીરો શેર કરી તેના ફેન્સને પણ શુભચ્છા પાઠવી હતી

Holi celebration: આજે શેહરમાં ધામધૂમથી હોળી (Holi)નો તહેવાર ઉજવવામાં આવ્યો. રંગોથી ભરેલો આ તહેવાર સૌને ખુશીઓ આપે છે. એક નવી સ્ફૂર્તિ આપતા આ તહેવારમાં સૌકોઈ એકબીજાને રંગ લગાવે છે. એવામાં બૉલીવુડ સ્ટાર્સ (Bollywood stars) કેવી રીતે પાછળ રહે. બૉલીવુડ સ્ટાર્સ દરેક તહેવાર ખુશીથી ઉજવે છે, ત્યારે આજના હોળીના અવસર પર પણ દરેકે એકબીજાને રંગો લગાવ્યા હતા. જેમાં સની લિઓનીથી લઈને અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે હોળીની ઉજવણી કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા (Social media)માં શેર કરી હતી.  

બૉલીવુડ સ્ટાર્સે હોળી રમતા વખતની તસવીરો શેર કરી તેના ફેન્સને પણ શુભચ્છા પાઠવી હતી. ટીવીથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધીની પોસ્ટ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને એક ખાસ તસવીર શેર કરી ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે બિગ બી તેમની પત્ની જયા બચ્ચનના કપાળ પર તિલક લગાવતા જોવા મળે છે. સાથે જ જયાના હાથમાં રંગોની થાળી છે. આ ફોટામાં જયા અને અમિતાભ વચ્ચે તેમની પૌત્રી નવ્યા નવેલી પણ જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે બિગ બીએ કેપ્શનમાં ચાહકોને હોળીની શુભકામનાઓ પાઠવતા લખ્યું છે કે, 'હોળીની ઘણી બધી શુભેચ્છાઓ'.


હોળીના અવસર એક્શન હીરો અક્ષય કુમારે  પર ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય રંગો સાથે રમતા જોવા મળી રહ્યો છે. તે ખુબ જ સુંદર લાગે છે.


અમિતાભ બચ્ચનના પુત્ર અને બૉલીવુડ સ્ટાર અભિષેક બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જુનિયર બચ્ચન હોળીના રંગો સાથે સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. તસવીર શેર કરી તેણે ચાહકોને હોળીની શુભકામનાઓ પાઠવી છે.


હુસ્નની મલ્લિકા બૉલીવુડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે હોળીના અવસર પર તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નેટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

બોલીવુડની હોટ એક્ટ્રેસ સની લિયોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પતિ ડેનિયલ વેબર સાથે સંપૂર્ણપણે રંગોમાં નહાતી જોવા મળી રહી છે. આ કપલ આજના દિવસે ખુશ જોવા મળ્યું હતું.


કેટરીના કૈફે અને વિકી કૌશલે લગ્ન પછી તેની પહેલી હોળી તેના પરિવાર સાથે ઉજવી હતી, જેની તસવીર કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

advertisment image