Wednesday, Aug 17, 2022 Today’s Paper

Holi celebration: કેટરીના કેફ અને વિકી કૌશલે લગ્ન પછી ઉજવી પ્રથમ હોળી, પરિવાર સાથેની તસવીર શેર કરી

18 Mar, 22 68 Views

કેટરીના કૈફે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

Holi celebration: આજે દેશભરમાં હોળી - ધુળેટીની તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ચોતરફ રંગોની છોળો ઉડી રહી છે, બૉલીવુડ સ્ટાર્સ (Bollywood stars) પણ હોળીની ઉજવણી કરી રહ્યા છે. આ વર્ષે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે. આ દરેક કપલ લગ્ન પછી પોતાની પ્રથમ હોળીની ઉજવણી કરી રહ્યા છે. આ કપલ પૈકી એક કપલ કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે (Vicky Kaushal) પણ પોતાના લગ્ન પછી પ્રથમ હોળીની ધામધૂમથી ઉજવણી કરી છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021ના ​​રોજ લગ્ન કર્યા છે. આ પછી બંને સ્ટાર્સ પોતપોતાના શૂટિંગમાં વ્યસ્ત હતા. એવામાં જયારે હવે હોળીનો તહેવાર આવ્યો છે, તો પરિવારની સાથે મળીને આ તહેવારની ઉજવણી કરવામાં આવી છે. એક્ટ્રેસ કેટરીના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર હોળીની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ દરમિયાન તસવીરમાં દેખાતા તમામ લોકોના ચહેરા પર રંગ લાગેલો જોવા મળી રહ્યો હતો.

કેટરીના કૈફ સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ જોવા મળે છે. આ દરમિયાન આજે હોળીની ઉજવણીની તસવીરો શેર કરી છે, ત્યારે આ તસવીરને તેના ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. કેટરીનાએ શેર કરેલી તસવીરમાં કેટરીનાની સાથે વિકી કૌશલ અને તેના પિતા, માતા તેમજ ભાઈ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો સમગ્ર કૌશલ પરિવારે સાથે મળીને આ તહેવારની ઉજવણી કરી છે.
 

ઈન્સ્ટાગ્રામ પર કેટરીના કૈફ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં વિકી કૌશલ તેની હેપ્પી ફેમેલીની સેલ્ફી ક્લિક કરતો જોવા મળી રહ્યો છે. પાછળ ઉભેલી કેટરીનાનો તેની સાસુએ હાથ પકડેલો જોવા મળે છે. આ પછી એકટર વિકી કૌશલના પિતા શામ કૌશલ અને ભાઈ સની કૌશલ્ય પણ પોઝ આપી રહ્યા છે. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપશનમાં કેટરીનાએ બધાને હોળીની શુભકામના પાઠવી છે.  

ઉલ્લેખનીય છે કે, લગ્ન પછી વિકી અને કેટરિના કૈફ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે એકબીજા  સાથે વધુ સમય વિતાવી શક્યા નથી. પરંતુ આ વ્યસ્તતા વચ્ચે પણ બંને એકબીજા માટે થોડો સમય કાઢે છે. વિકી કૌશલ કેટરીનાને ઘણીવાર સરપ્રાઈઝ પણ આપે છે. તાજેતરની વાત કરીએ તો આ કપલ ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા હતા. 

advertisment image