Sunday, Jul 03, 2022 Today’s Paper

Khatron Ke Khiladi 12: મુનવ્વર ફારુકી 'ખતરો કે ખિલાડી'નો હિસ્સો નહીં બને, જાણો ટ્વીટમાં શું કહ્યું

18 Jun, 22 49 Views

લોક અપ શો પછી ફારૂકીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી છે

Khatron Ke Khiladi 12: કલર્સ ચેનલ (Colors channel) પર પ્રસારિત થનારા શો ખતરો કે ખિલાડી (Khatron Ke Khiladi)ની 12મી સીઝન હાલ ચર્ચામાં છે. આ સાથે જ ચર્ચા એ પણ ચાલી રહી હતી કે રિયાલિટી શો લોક અપ (lock upp)નો વિજેતા મુનવ્વર ફારુકી (Munawar Faruqui) સ્ટંટ આધારિત રિયાલોટી શો (reality show) ખતરો કે ખિલાડી માં જોવા મળશે. પરંતુ મુનવ્વર ફારૂકીએ પોતે સ્પષ્ટતા કરી છે કે, તે આ શોનો ભાગ નહીં બને.

વાસ્તવમાં મુનવ્વર ફારૂકી પણ 'ખતરો કે ખિલાડી 12'માં એન્ટ્રી કરવા જઈ રહ્યો હતો, પરંતુ કોઈ કારણોસર તે શોનો ભાગ બની શકશે નહીં. હવે મુનવ્વર ફારૂકીએ પોતે પણ 'ખતરો કે ખિલાડી 12'માંથી ખસી જવાની જાહેરાત કરી છે. તેણે આ મામલે કરેલી ટ્વીટમાં લખ્યું છે કે,- 'મિત્રો, કેટલાક કારણોસર હું 'ખતરો કે ખિલાડી 12'નો ભાગ નહીં બની શકું. મને માફ કરજો. મારો વિશ્વાસ કરો, મને ઘણી ઈચ્છા હતી.  પરંતુ ભાગ્યને કંઈક બીજું મંજૂર છે. તમે નિરાશ થઈ શકો છો, પરંતુ હું પણ ન જઈ શકવા માટે ખરાબ અનુભવું છું. મનોરંજન આવતું રહેશે, બસ થોડો સમય એકલા જોઈએ છે.'


નોંધનીય છે કે, મુનવ્વર ફારુકીએ OTT રિયાલિટી શો 'લોક અપ'માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 'લોક અપ' જીત્યા બાદ ફારૂકી શોમાંથી બહાર આવ્યો હતો. શો પછી ફારૂકીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી છે. તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સતત તેના ચાહકો સાથે જોડાયેલ છે. આ જ કારણ છે કે તેણે પોતે સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી' (KKK 12) માં ભાગ ન લેવાના સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. 

advertisment image