બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ નૂપુરને સમર્થન આપ્યું હતું
Nupur Sharma Controversy: પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) પર વિવાદાસ્પદ ટિપ્પણી (Controversial comment) બાદ ઠેરઠેર વિરોધના દર્શ્યો જોવા મળી રહ્યા છે. જયારે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. નુપુર શર્મા (Nupur Sharma)ની આ ટિપ્પણી બાદ લોકો તેના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે નૂપુર શર્માના આ નિવેદનના મામલામાં બોલિવૂડના ઘણા સેલેબ્સની પ્રતિક્રિયાઓ સામે આવી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) પણ નૂપુરને સમર્થન આપ્યું હતું. હાલમાં જ આ મામલામાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની પ્રતિક્રિયા સામે આવી છે. આ સાંભળીને અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ગુસ્સે થઈ ગૌતમ ગંભીરને ખોટો ગણાવ્યો છે.
ગૌતમ ગંભીરે આ મુદ્દે ટ્વીટ કર્યા બાદ સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યું - 'માફી માંગનાર મહિલા વિરુદ્ધ આખા દેશમાં નફરતનું વાતાવરણ છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે કહેવાતા બિનસાંપ્રદાયિક ઉદારવાદીઓનું મૌન બહેરાશભર્યું છે.'
ગૌતમ ગંભીરના આ ટ્વીટનો સ્ક્રીન શોટ સ્વરા ભાસ્કરે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ સ્વરાએ લખ્યું છે કે, 'તેમને બુલડોઝરના અવાજો સંભળાઈ રહ્યા નથી, પરંતુ' સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં જરાય કચાશ રાખતી નથી.
ઉલ્લેખીય છે કે, અગાઉ સ્વરા ભાસ્કરે તેની સ્ટોરી પર શેર કર્યું હતું- 'આ દિવસોમાં ભારતમાં રહેવું એ સતત ગુસ્સાની લાચાર સ્થિતિમાં જીવવા જેવું છે.' જો સ્વરા ભાસ્કરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા સોશિયલ મીડિયા પર ચાહકોને તેના પ્રોજેક્ટ વિશે માહિતી આપતી રહે છે. તેણી છેલ્લે દિવ્યા દત્તા અને શબાના આઝમી સાથે 'શેર કોરમા'માં જોવા મળી હતી.
Trending Tags: