રાજકુમાર રાવ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જાન્હવી કપૂર સાથે જોવા મળશે
Rajkummar Rao: બૉલીવુડ એક્ટર રાજકુમાર રાવે (Rajkummar Rao) એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. મુંબઈ (Mumbai)ના જુહુ વિસ્તાર (Juhu Area)માં આવેલો આ ફ્લેટ અન્ય કોઈ નહીં પણ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર (Janhvi Kapoor) પાસેથી ખરીદવામાં આવ્યો છે. હવે રાજકુમાર રાવ કરોડોની રકમમાં ખરીદેલા આ ફ્લેટમાં પત્ની પત્રલેખા (Patralekha) સાથે રહેશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુંબઈના જુહુ વિસ્તારમાં 3456 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ફ્લેટની પ્રતિ સ્ક્વેર ફૂટ કિંમત 1.27 લાખ રૂપિયા છે. જ્હાન્વી કપૂરે આ ફ્લેટ વર્ષ 2020માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જયારે રાજકુમાર રાવે આ લક્ઝુરિયસ ફ્લેટ માટે જ્હાન્વી કપૂરને લગભગ 44 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એટલે રાજકુમાર રાવને આ ફ્લેટની પ્રતિ ચોરસ કિંમત 1.27 લાખ રૂપિયા પડી છે. નોંધનીય છે કે, આ ફ્લેટ વેચવા પર જ્હાન્વી કપૂરને અંદાજે 2 વર્ષમાં જ 5 કરોડનો ફાયદો થયો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જાન્હવી કપૂર સાથે જોવા મળશે. 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં આ બંને સ્ટાર બીજી વખત સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મ પહેલા આ જોડી 'રુહી અફઝા'માં સાથે જોવા મળી હતી. આ
રાજકુમાર રાવના આગામી પ્રોજેક્ટ વિષે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મો 'મોનિકા ઓ માય ડાર્લિંગ' અને 'ભીડ' છે. 'મોનિકા ઓ માય ડાર્લિંગ' એક ક્રાઈમ કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં રાજકુમાર રાવ સાથે રાધિકા આપ્ટે, રાધિકા મદન અને હુમા કુરેશી જોવા મળશે. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે.
Trending Tags: