Wednesday, Aug 17, 2022 Today’s Paper

પોર્નોગ્રાપી કેસઃ પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટી વિશે કહી મોટી વાત, કહ્યું- મને તેના માટે ઘણું…

27 Feb, 22 75 Views

કંગનાના રિયાલિટી શો ‘લૉક અપ’ શરૂ થાય તે પહેલાં પૂનમે એક ઇન્ટરવ્યૂમાં રાજ કુંદ્રા અંગે વાત કરી

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે વિવાદોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. પૂનમ કંગના રનોતના રિયાલિટી શો ‘લૉક અપ’ને કારણે ચર્ચામાં છે. શો શરૂ થાય તે પહેલાં પૂનમે એક ઇન્ટરવ્યૂમાં રાજ કુંદ્રા અંગે વાત કરી હતી.

પૂનમને સવાલ કરવામાં આવ્યો હતો કે પોર્નોગ્રાફી કેસ દરમિયાન શિલ્પાએ તેનો સંપર્ક કર્યો હતો? આ અંગે પૂનમે કહ્યું હતું કે શિલ્પાએ ક્યારેય તેનો સંપર્ક કર્યો નહોતો. શિલ્પાના બે બાળકો છે અને કોઈ પણ મહિલા સાથે આવું થવું જોઈએ નહીં.

સેલેબ્સને પણ માણસ સમજવામાં આવે, કારણ કે તે પણ અનેક બાબતોમાંથી પસાર થતા હોય છે. તેને એ વાતનું ઘણું જ ખરાબ લાગ્યું કે રાજ પોર્નોગ્રાફી કેસમાં શિલ્પાનું નામ પણ ઉછાળવામાં આવ્યું. હું ત્યારે હાઉસવાઇફ હતી અને મને તે વાતનો અંદાજ છે કે આ પરિસ્થિતિમાં તમારી પર શું વીતે છે.

ખાસ કરીને તમે જ્યારે સેલિબ્રિટી હોય ત્યારે તમે તમારા મનની વાત પણ કોઈની સાથે શેર કરી શકતા નથી. આમ જનતા સેલિબ્રિટીને પણ માણસ સમજે કારણે કે તેઓને પણ ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. પોર્નોગ્રાફી કેસમાં જ્યારે શિલ્પા શેટ્ટીનું નામ જબરદસ્તી ઉછાળવામાં આવ્યું ત્યારે મને ઘણું દુઃખ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ ‘નશા’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે કન્નડ, ભોજપુરી તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે.

advertisment image