Sunday, Jul 03, 2022 Today’s Paper

Drishyam 2: 'દ્રશ્યમ 2'ની રિલીઝ ડેટ સામે આવી, ફિલ્મના લીડ એક્ટર અજય દેવગને કરી જાહેરાત

21 Jun, 22 37 Views

'દ્રશ્યમ 2' ફિલ્મ 19 ફેબ્રુઆરી, 2021ના રોજ ઓટીટી પર મલયાલમમાં રિલીઝ થઈ હતી

Drishyam 2: બોલીવુડ તેમજ હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત પાત્રોમાંના એક, 'દ્રશ્યમ' (Drishyam)ના વિજય સલગાંવકર (Vijay Salgaonkar) મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. જીહા! 'દ્રશ્યમ 2' (Drishyam 2) રિલીઝ થવા માટે તૈયાર છે અને આ ફિલ્મના લીડ એક્ટર અજય દેવગન (Ajay Devgan) હવે આ ફિલ્મની રીલિઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે. જેને લઈને અજય દેવગનના ફેન્સ તેમજ દ્રશ્યમ ફિલ્મના દર્શકો 'દ્રશ્યમ 2' ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઘણા સમયથી ચાહકો તેમના મનપસંદ પાત્રની વાપસીની દિલથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેનો અંત ક્યારે આવશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સમાચાર દર્શકોની રાહ જોવાની સફરને વધુ રોમાંચક બનાવશે. વિજય સલગાંવકરની ભૂમિકામાં દર્શકોના દિલમાં અલગ જ સ્થાન બનાવનાર અભિનેતા અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'દ્રશ્યમ 2' આ વર્ષે 18 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અજયે પોતે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.


દ્રષ્યમની જેમ આ ફિલ્મ પણ દર્શકોને સાહસની એક અલગ સફર પર લઈ જવામાં સફળ રહેશે તેવી અપેક્ષા છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો અજય દેવગનની પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અજય દેવગણ જ્યારે રિલીઝ ડેટની જાહેરાત કરે છે ત્યારે ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે. ફેન્સ દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે, શું આ ફિલ્મ મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે કે નહીં. જો કે, 'દ્રશ્યમ 2'માં અજય દેવગનને જોવા માટે ચાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, 'દ્રશ્યમ 2' ફિલ્મ 19 ફેબ્રુઆરી, 2021ના રોજ ઓટીટી પર મલયાલમમાં રિલીઝ થઈ હતી. તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ મલયાલમ ફિલ્મમાં મોહનલાલે વિજય સલગાંવકરની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મનું નિર્દેશન જીતુ જોસેફે કર્યું હતું.

 

Trending Tags:

advertisment image