Thursday, Aug 11, 2022 Today’s Paper

Morbi : નવલખી બંદર પર ઇન્ડોનેશિયાથી આવેલું કોલસો ભરેલ બાર્જ ડૂબ્યું

16 May, 22 71 Views

અંદાજે 1200 ટન કરતા વધુ કોલસો દરિયાના પાણીમાં ગરકાવ થઇ ગયો

મોરબી: જિલ્લા (Morbi)ના નવલખી બંદર (Navlakhi Port) પર ટાઈટેનિક જેવી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવલખી બંદર નજીક કોલસા ભરેલું બાર્જ (barge) દરિયા કાંઠે આવી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર લીકેજ થવાના કારણે દરિયામાં ડૂબી ગયું હતું. બાર્જમાં ભરેલો કોલસો (Coal)પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

શનિવારે સાંજના સમયે નવલખી બંદર નજીક દરિયામાં ઉભેલું જહાજમાંથી કોલસો બાર્જમાં ભરીને બાર્જને કાંઠે લઈને આવતા હતા, ત્યારે તેમાં લીકેજ થવાથી તે બાર્જ દરયિામાં ડૂબ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.

ઈન્ડોનેશિયામાંથી કોલસો ભરીને શીપ આવ્યું હતું. આ શીપમાંથી કોલસાને બાર્જમાં ભરીને કોલસો લઈને બાર્જ કાંઠે આવતું હતું, ત્યારે તે બાર્જ ડૂબી ગયું હતું અને જે બાર્જ હાલમાં દરિયામાં ડૂબી ગયું છે. પ્રાથમિક વિગતો અનુસાર આ બાર્જ શ્રીજી શીપીંગ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 1200 ટન કરતા વધુ કોલસો દરિયાના પાણીમાં ડૂબી ગયો છે. 

advertisment image