Thursday, Aug 11, 2022 Today’s Paper

Kutch News: કચ્છના હરામી નાળા પાસેથી BSFએ 5 પાકિસ્તાની બોટ જપ્ત કરી, 1 માછીમાર ઝડપાયો

05 Aug, 22 20 Views

અગાઉ જુલાઈમાં પણ હરામી નાળાના વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા, અંધારા અને વધુ પાણીનો લાભ લઈને કેટલાક માછીમારો પાકિસ્તાન તરફ ભાગી ગયા.

ગુજરાતમાં બીએસએફની ભુજ પેટ્રોલિંગ ટીમે હરામી નાળા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી 5 પાકિસ્તા બોટ જપ્ત કરી છે. (Harami Nala border Gujarat) આ ઓપરેશન દરમિયાન પેટ્રોલિંગ દળે એક પાકિસ્તાની માછીમારની પણ ધરપકડ કરી છે. BSF પેટ્રોલિંગ દળને પહેલાથી જ ઇન્ટરનેશનલ બોર્ડર પાસે બોટની હિલચાલ જોવા મળી હતી, ત્યારબાદ ટીમને એલર્ટ કરવામાં આવી હતી. (BSF caught Pakistani fisherman)

બીએસએફની પેટ્રોલિંગ ટીમને તેમની તરફ આવતી જોઈને ઘણા માછીમારો તેમની બોટ છોડીને ભાગી ગયા હતા.(BSF Patrolling Harami Nala) જોકે, એક માછીમાર સૈનિકોના હાથે ઝડપાઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે પાંચ બોટ જપ્ત કરી હતી. ખરાબ હવામાન, ભેજવાળા વિસ્તારો અને પાણીના વધતા સ્તરને કારણે BSF જવાનોની અવરજવર ઘણી મુશ્કેલ અને પડકારજનક બની છે. અંધારા અને વધુ પાણીનો લાભ લઈને કેટલાક માછીમારો પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા.

કોઈ શંકાસ્પદ સામાન નથી મળ્યો-
પેટ્રોલિંગ ટીમ દ્વારા જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ કોઈપણ બોટમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ સામગ્રી નથી મળી.

આ પહેલીવાર નથી જ્યારે હરામી નાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હોય. અગાઉ જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ બીએસએફના પેટ્રોલિંગ દળ દ્વારા હરામી નાળાના ખાડી વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા. તે દરમિયાન પેટ્રોલિંગ ટીમે 10 બોટ પણ જપ્ત કરી હતી. અગાઉ 23 જૂનની રાત્રે પણ બે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. 

advertisment image