Tuesday, Jun 28, 2022 Today’s Paper

Gujarat Election 2022 : વડાપ્રધાન ફરી વતનમાં, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી ત્રીજી વાર ગુજરાત આવશે

26 May, 22 46 Views

200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે : પીએમ મોદી બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ભાજપ (BJP) સજ્જ બની ગયુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ફરી એકવાર ગુજરાત પ્રવાસે  આવશે. એક દિવસના ગુજરાત પ્રવાસ (Gujarat visit) દરમિયાન PM મોદી હોસ્પિટલનું લોકાર્પણ અને જાહેરસભાને સંબોધન કરશે.

PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો 28મી મેના રોજ બપોરે 12.30 કલાકે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આગમન થશે અને સાંજે 4 વાગ્યા સુધી PM મોદી રાજભવનમાં રોકાણ કરશે. જ્યારે સાંજે 4.30 કલાકે PM મોદી મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી રાજકોટ જશે અને જાહેરસભાને સંબોધન પણ કરશે. સહકાર સંમેલન સંબોધ્યા બાદ PM મોદી દિલ્લી જવા રવાના થશે.

ભાજપે એક પછી એક ગુજરાતના દરેક વિસ્તારની વોટબેંક મજબૂત કરવાનું આયોજન પણ બનાવી લીધુ છે.  ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે.

વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ગુજરાત પ્રવાસની તારીખેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તેઓ 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ તેમાં ફેરફાર કરાયો છે અને તેઓ એક દિવસ વહેલા એટલે કે 28મી તારીખે ગુજરાત (Gujarat)ના પ્રવાસે આવશે.

આગામી 28 મેના રોજ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે.  આ દરમિયાન તેઓ આટકોટ પાસે બનેલી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે. ઉપરાંત પીએમ મોદી બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.

ભાજપના સ્થાનિક નેતાઓ તો પ્રચાર પ્રસારના કામે લાગી જ ગયા છે. સાથે જ કેન્દ્રીય નેતાઓ અને મહાનેતાઓના ગુજરાતમાં સતત પ્રવાસ થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં એક પછી એક મુલાકાત વધારી રહ્યા છે.

વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે.

PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. 
 

advertisment image