Wednesday, Aug 17, 2022 Today’s Paper

Heavy Rain: વરસાદના કારણે મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં ત્રણના મોતથી પરિવાર વિખેરાયો

12 Jun, 22 60 Views

એક જ પરિવારના બે સગા ભાઈ અને પરિવારની એક મહિલાનું કરૂણ મોત

મોરબી : રાજ્યમાં ચોમાસા (Rain)નું આગમન થયું છે. દરમિયાન મોરબી (Morbi) ના હળવદ (Halvad)થી વરસાદને લઈ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હળવદના એક ગામમાં વરસાદના પગલે કાચી દિવાલ ધરાશાયી (wall collapsed) થતા, એક જ પરિવારના ત્રણના લોકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હળવદના સુંદરીભવાની ગામમાં વરસાદને પગલે દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના બે સગા ભાઈ અને પરિવારની એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટના સમયે પરિવાર ઘરમાં હતો ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ અને તેમના ઉપર પડી.

ઘટનાના સમાચાર મળતા જ ગામના લોકો ભેગા થઈ ગયા અને પરિવારના સભ્યોને બચાવવાની કોશિસમાં લાગી ગયા હતા. આ સાથે તંત્રને પણ ઘટનાની જાણકારી આપતા રેસક્યુ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ગ્રામજનોની મદદથી દટાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ ત્રણેને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

advertisment image