ભાવનગરમાંથી 42 કિલો ગાંજો અને અમદાવાદમાંથી 192 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર/અમદાવાદઃ ગુજરાત રાજ્યના યુવાનોને નશાના માર્ગે ધકલેવાના એક પછી એક પ્રયાસ થઈ રહ્યા છે. જે અતંર્ગત દિવસેને દિવસે પ્રતિબંધિત ડ્રગ્સ સતત રીતે ઝડપાઈ રહ્યું છે. ગત રોજ પણ રાજ્યના ભાવનગર અને અમદાવાગ શહેરમાંથી પણ ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા.
ભાવનગર શહેરમાંથી મંગળવારના રોજ ભાવનગર SOGની ટીમએ પ્રતિબંધિત ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપ્યા હતા.4,25,100 લાખની કિંમતના 42.5 કિલોનો ગાંજો જપ્ત કર્યો હતો.
ભાવનગર શહેરની નારી ચોકડી ખાતે ઘોઘા તાલુકાના રતનપર ગામે રહેતા મનસુખ નાનુભાઈ પરમાર (ઉ.વ.35) અને પાંચા માવજીભાઈ પરમાર (ઉ.વ. 50) ગાંજો લઈ આવવાના હોવાની બાતમી આધારે સ્પેશયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે ગાંજો ભરેલ બે કોથળા અને એક થેલામાં છુપાવી રખાયેલ 42 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. શખ્સોને ભાવનગર પંથકના શખ્સે ગાંજો પુરો પાડયો હોવાનુ તપાસમાં ખુલ્યુ હતુ.
——————————————————————————————————————————————————————————————————————————————
અમદાવાદમાંથી 19 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ : રાજસ્થાનથી 19 લાખનું એમ.ડી. ડ્રગ્સ લઈને આવતા શાહપુરના પાંચ યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. રાજસ્થાનની દરગાહ પર જવાના બહાને શાહપુરમાં રહેતો પરવેશ શેખ અને ચાર મિત્રો રાજસ્થાન ગયા હતા. પરવેઝે રાજસ્થાનમાં તેના સંપર્કમાં રહેલા નઈમ નામના શખ્સ પાસેથી 192 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ખરીદ્યું હતું.
છ મહીના પહેલાં એમડી ડ્રગ્સની ટેવ પડી ગયા પછી પરવેઝ ડ્રગ્સનું વેચાણ કરવા લાગ્યો હતો. ડ્રગ્સની બૂરી સંગતમાં આવેલા પરવેઝ, અન્ય આરોપીને રિમાન્ડ પર મેળવાયા છે. કારમાં જઈને રાજસૃથાનથી 19 લાખની કિંમતનું એમ.ડી. ડ્રગ્સનો જથૃથો લઈને આવેલા શાહપુર વિસ્તારના રહીશ એવા પાંચ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે.
તપાસમાં કારમાં બેઠેલા પરવેઝ ઈસ્માઈલભાઈ શેખ (ઉ.વ. 40, રહે સાદ એપાર્ટમેન્ટ, શાહપુર) ઉપરાંત ચિનાઈગરાની પોળમાં રહેતા મઝહર ઐયુબખાન પઠાણ (ઉ.વ. 39), ઈમરાન અમનઉલ્લા પટેલ (ઉ.વ. 42), સાજીદ અનવરભાઈ મલેક (ઉ.વ. 46) અને મોઈનુદ્દીન કમરૂદ્દીન કાગઝી (ઉ.વ. 43) મળી આવ્યા હતા. પાંચેય શખ્સોને ઉતારીને કારની તલાશી લેવામાં આવી હતી. કારના ડેસ્ક બોર્ડમાં પ્લાસ્ટીકની કોથળીમાંથી સફેદ રંગનો પદાર્થ મળી આવ્યો હતો.