Tuesday, Jan 31, 2023 Today’s Paper

અમદાવાદઃરીક્ષામાંથી ઉતરતાની સાથે જ મહિલાની ચેઈન લઈ રીક્ષા ચાલક સહિત ત્રણ ફરાર

24 Nov, 21 85 Views

અમદાવાદ શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અને પેન્ડલ કયા સમયે કાઢી નાંખ્યું તે ખુદ મહિલાને પણ સમજમાં નથી આવ્યું

અમદાવાદઃ અમદાવાદ હોય કે સુરત કે પછી બીજું કોઈ શહેર. આ શહેરોમાં ચેઈન સ્નેચિંગના કિસ્સાઓ વધતા રહે છે. ત્યારે અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાઓને રીક્ષા ચાલકોથી પણ સાવધ રહેવાની જરૂર હોવાની ચેતવણી આપતો કિસ્સો બન્યો હતો. અહીં એક રીક્ષા ચાલક મહિલા પેસેન્જરના ગળામાંછી સોનાનો દોરો તોડીને ફરાર થયો હતો. અમદાવાદ શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અને પેન્ડલ કયા સમયે કાઢી નાંખ્યું તે ખુદ મહિલાને પણ સમજમાં નથી આવ્યું. મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચેતવણીરૂપ કિસ્સા અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં ભક્તિનગર પાસે સ્થિત એક ફિઝિયોથેરાપીમાં એક મહિલા આવી હતી. આ મહિલા ફિઝિયોથેરાપીમાંથી નીકળીને બપોરે સવા એક વાગ્યાની આસપાસ ઘરે જવા માટે બાપુનગર ચાર રસ્તાથી ઓટો રિક્ષામાં બેસીને અનિલ સ્ટાર્ચ તરફ જવા નીકળી હતી. આ રિક્ષાની પાછળની સીટમાં ત્રણ અજાણ્યા ઈસમો પણ બેઠા હતાં. જેમની ઉંમર 25થી 30 વર્ષ સુધીની હતી.

આ ત્રણ ઈસમોમાંથી એક ઈસમે મહિલાને કહ્યું હતું કે, તેને આગળ ઉતરવાનું છે તમે વચ્ચે બેસી જાઓ. જેથી મહિલા સીટમાં વચ્ચે બેસી ગઈ હતી. ત્યાર બાદ રિક્ષા ડ્રાઈવરે બીજા ઈસમને આગળ જવાનું હોવાથી મહિલાને સાધના સ્કૂલ આગળ ઉતરવાનું કહ્યું હતું. જેથી મહિલા સ્કૂલ આગળ ઉતરી ગઈ હતી. આ દરમિયાન ગળામાં હાથ ફેરવતાં ગળામાંથી 12 ગ્રામની સોનાની ચેઈન અને ગણપતિની ડિઝાઈન વાળું 2 ગ્રામનું પેન્ડલ રિક્ષા ડ્રાઈવર અને અન્ય ત્રણ શખ્સોએ નજર ચૂકવીને તોડી લઈ તેઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.

મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લૂંટાઈ જતાં તે થોડાક સમય માટે ચોંકી ગઈ હતી. જેથી તેમણે રિક્ષા ડ્રાઈવર સહિત રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Trending Tags: