Wednesday, Aug 17, 2022 Today’s Paper

ગુજરાતમાં કોરોના કેસ ઘટતા ધોરણ 10 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરુઆત કરાઈ

10 Dec, 21 71 Views

હજી વધુ ત્રણ લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે

રાજયમાં કોરોના વાયરસની મહામારીના કારણે શિક્ષણ પણ ભારે અસર પડી છે. મહામારીમાં સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરુ કરવા માટેની સૂચના આપી હતી.જો કે, કેસ ઓછા થતા શાળાઓ શરુ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન 2020ની દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હતો. જેથી સ્કૂલોમાં ફરીવાર ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી. હવે આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રિત થતાં જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધીમાં 7 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ થતાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે 12 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. જયારે આ વર્ષે 7 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે. હજી ત્રણેક લાખ જેટલા ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. એટલે કુલ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવી શક્યતાઓ છે.

ગત વર્ષે કોરોનાના કેસોમાં મોટો વધારો થવાથી પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી લહેર શરૂ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. તે ઉપરાંત રિપીટર્સની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કેસ કાબુમાં હોવાથી અગાઉની જેમ પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વર્ષે પરીક્ષા માટે ખાસ તૈયારી કરવામાં આવશે. જેથી તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે લઇ શકાય.

(પ્રતિકાત્મક તસવીર)

advertisment image