Wednesday, Aug 17, 2022 Today’s Paper

Cashless Facility : શું તમે જાણો છો હવે તમારી પાસે હાથમાં રુપિયા નહીં હોય તો પણ AMTS ની મુસાફરી કરી શકશો

29 Mar, 22 57 Views

શું તમે જાણો છો હવે તમારી પાસે હાથમાં રુપિયા નહીં હોય તો પણ AMTS ની મુસાફરી કરી શકશો

અમદાવાદ : શહેરની જીવાદોરી સમાન ગણાતી બસ એટલે AMTS દરરોજ હજારો લોકો આ બસમાં મુસાફરી કરતાં હોય છે. તો હવે જો તમારી પાસે રુપિયા નથી અને બસમાં બેસી ગયા તો ગભરાશો નહીં... કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા કેશલેસ સુવિધાની શરુઆત કરવામાં આવી છે. જેથી કરીને હવે તમે AMTS બસમાં ડિજિટલ ટિકીટ Digital Tickets મેળવી શક્શો અને સરળતાથી શહેરમાં મુસાફરી કરી શકશો..


આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેશલેસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. AMTS બસમાં નવી કેશલેસ સુવિધાથી ડિજિટલ પેમેન્ટના આધારે તમને ઓનલાઈન ટિકિટ મળશે.. શહેરના વાસાણા ટર્મિનલથી આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકિટિંગની સુવિધા મળશે. જેમાં મુસાફરોને ખાસ ઓફર પણ આપવામા આવી છે. જે પ્રવાસીઓ paytm ના માધ્યમથી ટિકિટ લેશે તેનો પહેલીવાર મફત ટિકિટ મળશે. પહેલીવાર ટિકિટ લેવાથી તમારા ખાતામાંથી રૂપિયા નહિ કપાય. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અંદાજે 3 લાખ પ્રવાસીઓ રોજના બસમાં મુસાફરી કરે છે. તેમના માટે આ સુવિધા ખાસ બની રહેશે. ડિજીટલ યુગમાં એએમસી દ્વારા લેવાયેલો આ નિર્ણય લોકોએ આવકાર્યો હતો. કારણ કે, આજે દરેક વ્યક્તિ મોબાઈલમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરે છે. ડિજીટલ યુગમાં લોકો પર્સ લઈને બહાર નીકળતા નથી. હાથમાં મોબાઈલ હોય તો તમામ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. તેથી AMCના આ નિર્ણય લોકો માટે સુવિધાજનક બની રહેશે.


આ અંગે વધુ માહિતી આપતા AMCના  અધિકારીઓએ જણાવ્યું કે, AMTSમાં હવે BRTS ની જેમ જ PAYTM QR કોડ દ્વારા ઓનલાઈન Payment થાય અને ટિકિટ મળે તેવી વ્યવસ્થા મૂકાઈ છે. હવે નાગરિકોને તરત કિટિક મળશે તેના માટે લાઈનમાં ઉભુ રહેવુ નહિ પડે. કોર્પોરેશનની સર્વિસ માટે જેટલા પેમેન્ટ થાય છે, તે તમામ ઓનલાઈન થાય તેવી વ્યવસ્થા જલ્દી જ ઉભી કરાશે. આ તમામમાં લોકોને સહકાર મળશે તેવી આશા છે.

advertisment image