Thursday, Dec 02, 2021 Today’s Paper

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા

24 Nov, 21 47 Views

10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો અને વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા-ઘટતા કેસોને લઈ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 32 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં કુલ 316 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 લોકો વેન્ટીલેટર પર છે અને 312 સ્ટેબલ છે. 8,16,888 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 13 કેસ, વડોદરા કોર્પોરેશન અને વલસાડમાં 3-3 કેસ આવ્યા છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ આવ્યા છે. અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી અને નવસારીમાં 1-1 કસે સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 29 કેસ આવ્યા છે.

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 ને પ્રથમ જ્યારે 1296 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 12000 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 106188 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 38178 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2,94,350 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,52,020 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 7,84,36,149 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

advertisment image