190 દર્દીઓ સાજા થયા, 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે : અમદાવાદમાં 209 કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 400થી વધુ કોરોના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં આજે કોરોનાએ બેવડી સદી ફટકારી છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.97 ટકા પહોચ્યો છે.
આજે નવા કોરોનાના વધુ 407 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. બીજી તરફ આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 190 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1741 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. મંગળવારે રાજ્યમાં 226 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાના 209 કેસ નોંધાયા છે. સુરતમાં 57 કેસ, વડોદરામાં 41 કેસ, રાજકોટમાં 20 કેસ, ભાવનગરમાં 11 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, જામનગરમાં 9 કેસ, વલસાડમાં 8 કેસ, ભરૂચમાં 7 કેસ, આણંદમાં 6 કેસ, સાબરકાંઠામાં 5, બનાસકાંઠામાં 4, સુરેન્દ્રનગરમાં એક કેસ, કચ્છમાં 4 કેસ, મહેસાણામાં 4 કેસ, નવસારીમાં 2 કેસ, અમરેલીમાં એક કેસ, પાટણમાં એક કેસ નોંધાયો છે.
Trending Tags: