પતિએ પત્નીની માંફી માંગી હતી અને ઘરમાં એકતાનો અનુભવ નહીં થાય તેવી બાહેધરી આપી
પતિ સમય ન આપી શકતા પત્નીએ બીજા કોઈ યુવક સાથે પ્રેમ સંબધ બાધ્યો હતો. આ બન્નએ છેલ્લે ભાગી જવાનું નક્કી કર્યું હતું. પત્ની મને સાસુ-સસરા હેરાન કરે છે તેવું બહાનું કાઢીને ઘરેથી ભાગી ગઈ હતી. જાગૃત વ્યક્તિએ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની ટીમને જાણ કરતા એસટી બસ સ્ટેન્ડ પર પહોંચી ટીમે પતિ- પત્નીનું કાઉન્સેલીંગ કરતા પતિને પોતાની ભુલ સમજાઈ હતી.
હેલ્પલાઈનની ઉપસ્થિતિમાં પત્નીએ પણ તેમના મિત્ર સાથે સંબંધ ન રાખવા બાંહેધરી આપી હતી. પતિએ પત્નીની માંફી માંગી હતી અને ફરી વખત પત્નીને ઘરમાં એકતાનો અનુભવ નહીં થાય તથા તેને પણ સમય આપવાની બાહેધરી આપી હતી. આ રીતે અભયમની ટીમે એક પરીવારનો ઘરસંસાર તૂટતો બચાવી લીધો હતો.
આ અંગે મહિલાની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે પતિ કામધંધો કરવામાં ધ્યાન આપતા હોવાથી પત્નીને સમય આપી શકતો ન હતો.જેથી પત્નીને ઘરમાં એકલાપણું લાગતુ હતુ. એટલું જ નહીં પતિ પત્ની સાથે સમય પસાર કરતો પણ ન હતો, ક્યાય ફરવા પણ લઈ જતો ન હતો. મહિલાને લગ્ન પહેલા એક મિત્ર હતો જેની સાથે તેઓએ ફરી વાત કરવાની શરૂ કરી. આખો દિવસ તેની સાથે વાત કરી દિવસ પસાર કરવા લાવ્યા હતા અને ગાઢ મિત્રતા થતા તેઓ એકબીજા સાથે ફરવા પણ જતા હતા.બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. જેથી પત્ની સાસુ સસરા હેરાન કરે છે તેવુ જણાવીને ઘરેથી નિકળી ગઈ હતી.
Trending Tags: