છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલના નામની ભારે ચર્ચા હતી. તેઓ કયા પક્ષમાં ક્યારે જોડાશે તેના પર સૌની નજર હતી
રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election) પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલની (Khodaldham chairman Naresh patel) રાજકીય દુનિયામાં એન્ટ્રીની અનેક અટકળો ચાલતી રહી હતી. નરેશ પટેલનો રાજકીય પ્રવેશ (Naresh Patel Politics entry) અંગેની એક પછી એક તારીખો પણ પડતી રહી હતી. જોકે, નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અંગે પડેલો પડદો ઉચકાયો છે. અને લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.
છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલના નામની ભારે ચર્ચા હતી. તેઓ કયા પક્ષમાં ક્યારે જોડાશે તેના પર સૌની નજર હતી. ત્યારે હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયુ છે. ખોડધામના ચેરમેન નરેશ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. તેઓ આ મામલે આજે પત્રકારો સાથે નરેશ પટેલ ચર્ચા કરશે.
તારીખ પે તારીખ બાદ આજે નરેશ પટેલ પત્રકારો સાથે હળવા મને ચર્ચા કરશે. કહેવાય છે કે, નરેશ પટેલે કોંગ્રેસના નેતા સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેના બાદ તેઓ ફાર્મ હાઉસથી પાછલા દરવાજે જતા રહ્યા હતા. જોકે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરેશ પટેલ કોંગ્રેસ જ નહિ, પરંતુ એકપણ રાજકીય પાર્ટીમાં નહિ જોડાઈ.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા બીજા એક પાટીદાર નેતા હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રામ રામ બાદ હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલ આગામી 27મી તારીખે ભાજપમાં વિધિવત રીતે જોડાવાની વાતો ચાલી રહી છે.
Trending Tags: