Friday, Mar 31, 2023 Today’s Paper

વકીલે અમદાવાદની સરકારી કચેરીના અધિકારીઓની ખોલી પોલ, લાંચ માંગતો ઓડિયો વાયરલ

04 Dec, 21 68 Views

ગુજરાત હાઈકોર્ટના વકીલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દીપેન દવેએ અમદાવાદની સરકારી કચેરીમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે

અમદાવાદઃ સરકારી ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે ટેબલ નીચે રૂપિયા આપવાનો રિવાજ હવે સામાન્ય બની ગયો છે. નાનું કામ હોય કે  મોટું ટેબલ નીચેનો વહેવાર કર્યા વગર થતાં નથી. જ્યારે લાંચિયા અધિકારીઓ પણ ખુલ્લે આમ કામ કરવા માટૈ પૈસાની માંગણી કરતા રહે છે. ત્યારે કેટલીક વખત આવા અધિકારીઓ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ પણ જતાં હોય છે. અને એસીબીની ટ્રેપમાં પણ ફસાતા હોય છે. જોકે, તાજેતરમાં એક ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યો છે. જેમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ દસ્તાવેજ અંગેના કામ માટે પૈસા માંગી રહ્યા છે. 

ગુજરાત હાઈકોર્ટના વકીલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દીપેન દવેએ અમદાવાદની સરકારી કચેરીમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે. પાંજરાપોળ સ્થિત પોલિટેક્નિક કેમ્પસમાં આવેલી ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ અને મૂલ્યાંકન કચેરીમાં દસ્તાવેજના કામ માટે લાંચ માગવામાં આવતી હોવાનો દાવો કર્યો છે. આ મામલે તેમણે મીડિયા સમક્ષ ડેપ્યુટી કલેક્ટર કે.કે. શાહના વહીવટદાર મારફત પ્રતિ દસ્તાવેજ રૂપિયા 7000ની માગ કરવામાં આવતી હોવાનો દાવો કર્યો છે.

આ અંગે તેમને પુરાવા તરીકે વહીવટદાર સાથેની ઓડિયો-ક્લિપ પણ જારી કરી છે. દીપેન દવે પાસે 1800 દસ્તાવેજની જૂની સ્ટેમ્પ ભરવા માટે રૂ.4000ની, એટલે કે, 72 લાખની લાંચ માગવામાં આવી હતી. આ સ્ટિંગ ઓપરેશનમાં ત્રણ પાત્ર છે, જેમાં વકીલ દીપેન દવેની ડેપ્યુટી કલેક્ટરના કહેવાતા વહીવટદાર અને જુનિયર ક્લાર્ક પંકજ શાહ અને ખાલીદ શેખ છે. વકીલ દીપેન દવે સ્ટર્લિંગના 1200 અને સોહમના 6 દસ્તાવેજોની જૂની સ્ટેમ્પ ભરવાનું કામ લઈને ગયા હતા.

અમદાવાદની સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેકટર કે.કે. શાહ અને કર્મચારી તેમજ તેમના વહીવટદાર એવા પંકજ શાહ દ્વારા કરવામાં આવતી લાંચની માગણીનું ઓડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યું છે.

આ સ્ટિંગમાં ડેપ્યુટી કલેક્ટર કે.કે. શાહ વતી પંકજ શાહ દ્વારા લાંચની માગ કરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી કલેક્ટર માત્ર ઇશારાથી જ વાત કરતા હતા, જ્યારે રકમનો વહીવટ વહીવટદાર મારફત થતો હોવાનો વકીલે આક્ષેપ કર્યો છે.

એડવોકેટ દીપેન દવેએ જણાવ્યું હતું કે હું જ્યારે આ કચેરીમાં ગયા ત્યારે 1800 પ્લોટોના દસ્તાવેજના મૂલ્યાંકનનું કામ હોવાનું કહ્યું હતું. દસ્તાવેજોની સંખ્યા વધુ હોવાથી મારી પાસે રૂ.7000ની જગ્યાએ પ્રતિ દસ્તાવેજ રૂપિયા 4000ની લાંચ વહીવટદાર મારફત માગવામાં આવી હતી. એડવોકેટનો દાવો છે કે વહીવટદાર પંકજ શાહ, ડેપ્યુટી કલેક્ટરની મહેરબાનીથી લાંચ લેવા માટે વહીવટદાર તરીકે કામ કરી રહ્યા છે. તેમની હાજરીમાં જ 7 હજારની જગ્યાએ ઈશારા મારફત 4 હજાર પ્રતિ દસ્તાવેજની રકમ લેવા માટે તેના વહીવટદારને કહ્યું હતું.

સરકારી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની વિગતો આપતાં દીપેન દવેએ આક્ષેપ કર્યો છે કે દૈનિક રૂપિયા 50 લાખથી વધુની રકમ લાંચ તરીકે વસૂલવામાં આવી રહી છે. ન માત્ર આ કચેરી, પરંતુ અમદાવાદની અન્ય ચાર-પાંચ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની માહિતી પણ મળી છે, જે અંગે તેઓ પુરાવા મેળવવાનું કામ કરી રહ્યા છે.

સ્ટિંગ ઓપરેશનના ઓડિયો ક્લિપના અંશો

ખાલીદ શેખ: હા વન છે, મને તમે 2 કીધું હતું.

ખાલીદ શેખ: ઓલા કેસ જોયા.
પંકજભાઈ: બીજા કોઈ વકીલ આવીને ગયા.
દીપેન દવેઃ કેમાં.
ખાલીદ શેખ: મારા સિવાય બીજા.
પંકજભાઈઃ બોપલવાળા ડેકલેરેશન.
દીપેન દવેઃ નો હોય કોઈ.
પંકજભાઈની બીજાની સાથે વાતચીત
ખાલીદ શેખઃ બીજું કોણ હોય.
દીપેન દવે: કોઈ નો હોય.
ખાલીદ શેખ: યાદ આવ્યું 1897વાળું, યાદ આવ્યું.
પંકજ ભાઈ: હા, હા બોપલવાળું મેં એમાં ઉપર લખ્યું હતું નામ
ખાલીદ શેખ : હમમમ...
પંકજ ભાઈ: મને એમ કે તમે તેમને મોકલ્યા હશે.
ખાલીદ શેખ : ના ના
પંકજભાઈ: તેમણે કહ્યું પણ ખરું મને એમ કે તમે મોકલ્યા હશે, અરે ધરમ પેલો દસ્તાવેજ બોપલ પ્લોટવાળો, તેમાં સાહેબને મળવું'તું, એમાં કોણ આવ્યું હતું, એડવોકેટ કોણ હતું એ મને ધ્યાન નથી, કોણ હતું.
ખાલીદ શેખ: ચાલો, કોઈ વાંધો નય તેમાં કાય પતે એવું છે તમે 7 કીધા હતા
પંકજભાઈ: એમાં એવો કોઈ ઇસ્યુ નથી.
ખાલીદ શેખ: મેં તમને કીધું હતું કે મારી કંડીશન...
પંકજ ભાઈ: ઓલા ભાઈ આવે છે.
દીપેન દવે : કોણ છે એ મને કોતો ખરા
દીપેન દવે : એ કોય છે જ નહિં મોટાભાઈ મારે જ પેમેન્ટ કરવાનું છે અને મારે જ દસ્તાવેજ છોડવાનો છે મોટા ભાઈ.
પંકજ ભાઈ : હું તમને એમ નથી કેતો
દીપેન દવે : હું તમને એમ જ કહું છું કે દસ્તાવેજ મેં જ કરેલ છે હું સોસાયટીનો વકીલ છું, મારા સિવાય કોય દી કોય સ્ટર્લિંગ કરી નહી શકે

અન્ય લોકોની વાતચીત

પંકજ ભાઈ: મેં દસ્તાવેજ પણ અહિં મુકાવેલ છે
દીપેન દવે : સ્ટર્લિંગ મારા સિવાય કોઈ કરશે પણ નહીં દસ્તાવેજ પંકજભાઈ ગોતે છે તેનો અવાજ 5857 વાળો
પંકજભાઈ: અહીંયા જયેશ લખેલ હતું દસ્તાવેજમાં
પંકજ ભાઈ: કોઈ આવ્યું હતું અને સાહેબ ને મળવા પણ ગયું હતું પછી એમને શું કહેવાય અન્ય સ્ટાફની વ્યક્તિઃ આ ગયા હતા સાહેબને મળવા પણ ગયા હતા
ખાલીદ શેખ: હું ગયા પછી કોઈ ગયું હતું,
અન્ય સ્ટાફની વ્યક્તિઃ તમે ગયા પછીના તમે જ ગયા હતા ને
દીપેન દવે: હમમ
ખાલીદ શેખ: એમ તો કહું છું તમને
પંકજ ભાઈ: હું વિચારમાં પડી ગયો કોણ ગયું હતું સાહેબને મળવા માટે
દીપેન દવેઃ મેં કીધુંને અમારા સિવાય કોઈ આવે જ નહી કોઈને પૈસા ચૂ કહુંવાનો શોખ હોય તો અમે ખુશ છીએ અમારા વતી કોઇ ભરતું હોય તો.
પંકજ ભાઈ: તમે ત્યાંથી સીધા નીકળી ગયા એટલે એટલે મને ખબર જ નથી
દીપેન દવેઃ સાહેબ આમાં કરવાનું છે શું?
પંકજભાઈઃ તમને સાહેબે શું કીધું?
ખાલીદ શેખઃ મને સાહેબે કીધું મને કંઈ વાંધો નથી, તમે ખાલી ચલણ બનાવી આપો મને, એમ વાત કરતા હતા પણ તમે મને એમ કહેતા હતા કે સ્થળ પંચનામું કરવું પડશે તેમ. સાહેબ હું તો આ એલોટમેન્ટ કરેલ હતું તે સમયે પ્લોટનું કરાવું છું.
પંકજભાઈઃ હા, હા બરાબર છે
દીપેન દવેઃ અત્યારે એ ખુલ્લો ના હોય એ સમયે ખુલ્યો હોય અત્યારે ના હોય કદાચ આ તો છે જ પણ ખુલ્લો ના હોય પણ પ્લોટ હું તો જૂની તારીખના દસ્તાવેજ ઉપર સ્ટેમ્પ ચૂકવું છું. હું ક્યાં આ તારીખનો ચૂકવું છું.
ખાલીદ શેખઃ મેં 7ની વાતમાં સાહેબને કીધું હતું કે હું મારા સિનિયરને કહીશ પછી તમે કહેતા નહીં કે ઉપરથી પ્રેસર આવશે, તેમ કીધું સાહેબને મેં તો ખાલી સાવ આપેલ હતો છતાં પણ
દીપેન દવેઃ આપણે તો કેવું છે કે, કંઈ ખોટું કરવું નથી, હું તો એવી વાતમાં છું. જૂની તારીખની સ્ટેમ્પ ભરવાની છે, જે થાય તે કાયદેસરની એક રૂપિયો આપણે ઘટાડવાનો થતો નથી. આપણને ચલણ આપી દે આપણે ભરી દેવાનું છે.
ખાલીદ શેખઃ જે પેનલ્ટી થાય તે પણ
દીપેન દવેઃ જે કાયદેસર થાય તે જે કાયદામાં નક્કી કરેલ છે તે આપી જ દે,આપ તે આપણે લઈ જ લેવાની છે. ત્યાર પછી પંકજભાઈ સાહેબને મળવા જાય છે, અને ખાલીક શેખ અને દીપેન દવે સાહેબની કેબિન બહાર ઉભા છે.
ખાલીદ શેખઃ એ તો તમને એમ નો લાગે કે ખાલીદે કીધું છે, મારે આમાં એક રૂપિયો લેવાનો નથી.
દીપેન દવેઃ ખાલીદ 7000 રૂપિયા આપણે ક્લાયન્ટને ના કહેવાય, સોસાયટી મને એક ડોક્યુમેન્ટના 8000 રૂપિયા આપતી હોય એમાં હું 7 એમને આપું તે કઈ રીતે શક્ય બને? આપણે કરપ્શનનું કહીએ ને તો સરકારનું ખરાબ લાગે, આપણે ના કહેવાય કે 7000 કરપ્શનના દેવાના છે, કરપ્શનના દેવાના છે એવું કહી તો લોકો પાસે સરકારનું ખરાબ લાગે.
ખાલીદ શેખઃ હું એમની હાજરીમાં કહું છું કે, મેં તેમને કીધું 1000-1500 ખિસ્સાના આપી દઈએ.
દીપેન દવેઃ આપણું વકીલોનું ખરાબ લાગે.
પંકજભાઈ સાહેબને મળીને બહાર આવે છે
ખાલીદ શેખ: સાહેબ મને પોસાય, કેમ કે મારા રૂટીનમાં કામને અટકાવે અને સ્થળ તપાસ કરે અને બધી એફિડેવિટ માંગે છે
દીપેન દવે : સ્થળ તપાસ તો આવે જ નહીં, જુના દસ્તાવેજમાં
ખાલીદ શેખ: આ બધી એફિડેવિટ માંગે છે તમે મુલાકાતમાં વાત કરો ને બધી આમાં સ્થળ તપાસ કરવી પડશે
પંકજ ભાઈ: તમે મળી આવો મનેના કહેશો તમારી જે રજુઆત છે તે મને કેવાનો કોઈ મતલબ નથી. હું ખાલી આપને કહું છું
ખાલીદ શેખ : 400 દસ્તાવેજ છે
દીપેન દવે: હું તમને કહું છું 400 નથી 1200 સોસાયટીના પ્લોટો છે,1200 મારે કરવાના છે સાહેબ. મને સોસાયટી ના આપે હું તો સોસાયટીનો વકીલ છું.
પંકજભાઈ: સાચી વાત છે શું કરીશું કહો
ખાલીદ શેખઃ આમાં સ્થળ તપાસ આવશે.
પંકજભાઈ: ના કંઈ નહીં આવે ખાલી.
દીપેન દવે : સ્થળ તપાસ તો અમથી પણ ના આવે સ્થળ તપાસ કોઈ દિવસ ના આવે આ પ્લોટમાં કઈ રીતે આવે
પંકજભાઈ: હાલો તમને હું બતાવું. સ્થળ તપાસ તમે આવી વાત ના કરો આટલા બધા ઢગલા કર્યાં છે સ્થળ તપાસના
દીપેન દવે: સાહેબ હવે હું તમેન કહું આના પછી થયેલા મારા 3 દસ્તાવેજ- ડેકલેરેશન છુટી ગયા આના પછી. હું ખાલીદ સિવાય 3 છોકરા પાસે કામ કરાવું છું ખાલીદ સિવાય જે છોકરા કરેલ હતા તે જૂની તારીખના ડેકલેરેસન છૂટી ગયા. કોઈ સ્થળ તપાસ નહોતી થાય કશુંજ નહોતું થયું એમ છુટી ગયા
દીપેન દવે: તો પછી તમે સાહેબ એક કામ કરોને તમે અમને શું કામ પકડો છો. તે છોકરા ને આપી દોને
દીપેન દવે : પણ એ કામ એણે કરેલા છે ઓલા ના કામ એક બીજાને ના અપાયને આનો ધંધો બંધ થઈ જાય ને. કાલ સવારે આ છોકરાનો ધંધો બંધ થઈ જાય તો મને કોઈ ફેર નથી પડતો સાહેબ. 4000 રૂપિયા એટલે મારે શું થાય સાડા 4 કરોડ. 4 કરોડ 80 લાખ થયા.
દીપેન દવે : હું એવું હોય તો સાહેબને મળી લઉ
પંકજ ભાઈ : હા ચાલો ને
ખાલીદ શેખ : હું કહું તમે કોણ છો
દીપેન દવે : આપણે તો વકીલ છીએ
ખાલીદ શેખ : હું આપને એ જ વસ્તુ સમજવા માંગું છું પ્રેક્ટીકલી 500-1000 કેને તો મને મારા ખીચામાંથી
દીપેન દવે : આપણે અપીએ જ છીએ ને સબ રજીસ્ટાર
ખાલીદ શેખ : હું એજ કહું છુંને પણ આ લોકો 7000ની મેથી મારે છે, એટલું તો તમને પણ ના પોસાય અને મને પણ ના પોસાય ઘરના આપવાના થાય આપણે ટાઈમ પણ ખરાબ થાય અને આપણી ઈમેજ ખરાબ થઈ જાય. સૌથી ખરાબ જ આપણું થાય છે.
દીપેન દવે: મારે તો કેવી પોઝીશન છે કે 1200 સ્ટર્લિંગના 600 સોહમના 1800 દસ્તાવેજ છે એ બન્નેમાં મારા સિવાય કોઈ કરવાનો નથી.
પંકજભાઈ ફરીથી સાહેબને વાત કરી ને આવે છે પરતું ઓફીસ બહાર સ્ટાફના અન્ય લોકોના અવાજને લીધે થોડી વસ્તુ નથી સંભાળતી. પણ નીચે મુજબનું સ્પષ્ટ સંભળાય છે.
પંકજભાઈ : જો આમ રેગ્યુલર થતા હશે તેમ કરી દઈશું તમે દસ્તાવેજ મોકલો અહીં આગળ દસ્તાવેજ આવશે, એમ એફિડેવિટ મોકલી દેજો ખુલા પ્લોટનું દસ્તાવેજની અંદર જ મૂકી દેજો બરાબર છે. જેમ રેગ્યુલર આવશે તેમ રેગ્યુલરમાં થતા હશે, તેમ અમે કરીને મોકલી આપીશું.
ખાલીદ શેખ: એમ તમે કેટલા ટાઈમ પીરીયડમાં
પંકજ ભાઈ : એ રેગ્યુલરમાં કોઈ ટાઈમ પીરીયડ ના હોય
ખાલીદ શેખ : 2 દિવસ 5 દિવસ મહિનો
પંકજભાઈ : એટલે તો હું કહું છું તો ખરા કે એમાં કોઈ ટાઈમ લીમિટના હોય 6 વર્ષની મર્યાદા હોય છે. એમ નહીં મારા ભાઈ તમે સાહેબની સાથે વાત કરીને વ્યાજબી બોલોને
પંકજભાઈ: તમે એક વસ્તુ સમજો તમે કામ કરાવો છો તેમાં કોઈ ઓફિસર તમારી સાથે ડાયરેક્ટ વાત ના કરે
દીપેન દવે: કોઈ વાંધો નહીં, એમને વાત નથી કરવી તો કંઈ વાંધો નહીં
પંકજભાઈ: ખાલી વાત તો કરી લો સાહેબ સાથે
પંકજભાઈ: તેમને કીધું ના આપવા હોય તો રેગ્યુલર માં કરી કરી આપજો.

Trending Tags: