Wednesday, Aug 17, 2022 Today’s Paper

અમદાવાદમાં બે અઠવાડિયામાં 2 સિનિયર સિટિઝનની હત્યા

17 Nov, 21 90 Views

પોલીસને 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટિઝનની લાશ લોહીમાં લથપથ મળી

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસી ગળે છરી મારીને ક્રૂર હત્યા કરી છે. ત્યાર બાદ ઘરમાંથી સોનાની ચેન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ થયાં છે.આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મૂળ ત્રાગડ ખાતે રહેતા 65 વર્ષીય દેવેન્દ્ર ભાઈ રાવત પત્ની સાથે રહેતા હતા. જો કે, આ વૃદ્ધ હાલ નિવૃત જીવન વિતાવી રહ્યા હતા. જો કે, ગત મોડી રાત્રે તેઓ તેમના જૂના ઘરે ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. જોકે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતા તેઓની પત્નીએ તપાસ કરી હતી. તપાસ કરી તો જૂના ઘરમાંથી લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી છે. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘા ના નિશાન મળી આવ્યા છે. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું.

દેવેન્દ્ર ભાઈ રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી અચેર બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નીકળ્યા હતા આ પહેલા તેમના જૂના મકાને ગયા હતા. જ્યાં તેમની હત્યા થઈ હતી. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. પણ એક વૃદ્ધને કોઈ યુવક ફોન કેમ કરે જેવી શંકાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે જાણી શકાયું નથી કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે. જે ફોન કરનાર વ્યક્તિ હતો તેના પર પોલીસની પ્રબળ શંકા જોવા મળી છે. ત્યારે હકીકત શું છે તે જાણવા પોલીસ કામે લાગી છે.

ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા ઘાટલોડિયા વિસ્તારમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધ દંપતી મર્ડરને લઈ હાલ રહસ્ય ઘેરાયું હતું. પોલીસને લૂંટના ઈરાદે હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ હત્યા પાછળ કોઈ જાણભેદુ અથવા તો પ્રોફેશનલ મર્ડરર હોવાની શક્યતા હતી. હત્યારાઓએ ફૂડ ડિલિવરી બોય બનીને રેકી કરી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

advertisment image