આણંદમાં બાકરોળ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ
આણંદ નજીક AMULના એમ.ડી. આર.એસ. સોઢીની (RS Sodhi) ગાડીને અકસ્માત(Accident) નડયો છે. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ આણંદના બાકરોલ નજીક આર.એસ. સોઢીની કારને અકસ્માત નડ્યો છે. ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત થયો છે. જેમાં એક એક્ટીવા ચાલક પણ ઈજાગ્રસ્ત થવાની ચર્ચા છે. આ અકસ્માતમાં GCMMFLના એમ.ડી. આર.એસ. સોઢી પણ ઇજાગ્રસ્ત થયા છે. જેમને 108 મારફતે આર.એસ સોઢીને હોસ્પિટલ ખસેડાયા છે.