Tuesday, Jan 31, 2023 Today’s Paper

Ahmedabad : ભાજપના દિગ્ગજ નેતા આઈ.કે. જાડેજાની તબિયત લથડી, હાર્ટઅટેક આવતા હોસ્પિટલ ખસેડાયા

13 Mar, 22 104 Views

જાડેજાની તબિયત લથડતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદઃ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી આઇ.કે જાડેજા (I K Jadeja)ને હાર્ટઅટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાડેજાની તબિયત લથડતા યુ.એન.મહેતા હોસ્પિટલ (U N Mehta Hospital)માં દાખલ કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આઇ.કે જાડેજાને હાર્ટઅટેક (Heart Attack) આવતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઈ કે જાડેજાની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર્સનું કહેવું છે. જો કે, રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર કરવા અંગે નિર્ણય લેવાશે તેવી માહિતી સામે આવી રહી છે.

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપના નેતા આઈ.કે જાડેજા  કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ 2021માં કોરોનાની સંક્રમિત થયા હતા. જે બાદ તેમણે યુ.એન મહેતા હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી અને સ્વસ્થ થયા બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

તાજેતરમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના તમામ કાર્યક્રમોમાં આઇ.કે.જાડેજાએ હાજરી આપી હતી, કમલમ ખાતે ધારાસભ્યો અને મંત્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો તે અંગે તેમણે ટ્વિટ પણ કર્યું છે.  કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આઈ.કે જાડેજાની કામગીરીની કાર્યકરો વચ્ચે પ્રશંસા કરી હતી.

ગત વર્ષે પત્નીનું નિધન થયું હતું
ધ્રાંગધ્રા (Dhrangdhra) વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા આઇ.કે.જાડેજાના પત્નીનું 13મી ડિસેમ્બર 2021, સોમવારે મોડી સાંજે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે નિધન હતું. ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.