Thursday, Aug 11, 2022 Today’s Paper

Gujarat : ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 71 લાખ પરિવારોને મળી રાહત

04 Aug, 22 39 Views

ગુજરાત સરકાર તહેવારોમાં રાશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ 100 રૂપિયે લીટર આપશે

આગામી સાતમ-આઠમના પર્વ પર ગુજરાત સરકાર તહેવારોમાં ગરીબ વર્ગના રાશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય લીધો છે. 197 પ્રતિ લિટર પડતર કિંમત છે. જેમાં 97 રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. 100 રૂપિયામાં એક લિટર સીંગતેલ આપવામાં આવશે.

રાજ્યના જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો રાજ્ય સરકારે નિર્ણય કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડધારકોને પ્રતિ લિટર રૂ.100ના ભાવે સિંગતેલ આપશે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કાર્ડ ધારકો માટે એક મહ્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 4 થી 12 ઓગસ્ટ 8 મહાનગર મા હર ઘર તિરંગા યાત્રા નીકળશે. આવતી કાલે સુરત ખાતે સીએમ હર ઘર તિરંગા યાત્રા ની શરૂઆત કરાવશે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર ઉજવણી કરવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે.

advertisment image