Wednesday, Aug 17, 2022 Today’s Paper

અમદાવાદ: AMTS બસમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને ભર્યા

05 Dec, 21 50 Views

બસ ચાલકે ધક્કા મારી મુસાફરોને બસમાં ધકેલ્યા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા તંત્રમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જામનગરમાં પ્રથમ કેસ સામે આવતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે બીજી બાજુ અમદાવાદની AMTSમાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. બસમાં પ્રવાસીઓ દ્વારા ઓમિક્રોનની કોઈ ગંભીરતા ના હોય એ રીતે ચડાવવામાં આવ્યા હતા.

શહેરની ગુજરાત કોલેજ પાસે એક AMTS બસનો વિડિયો સામે આવ્યો છે. જેમાં કોઈ કોમેડી ફિલ્મમાં લોકોને ધક્કા મારીને બસમાં ઘુસાડતા હોય તેમ લોકોને બસમાં ઘુસાડવામાં આવ્યા હતા. જેમાં ન કોઈ ગાઈડલાઈન કે ન કોઈ ચેકિંગ. બસ જાણે ટાર્ગેટ પૂરો કરવા મુસાફરોને બસમાં ધકેલવામાં આવી રહ્યા છે.

ગુજરતા કોલેજ સામે આવેલા AMTS બસ સ્ટેન્ડમાં એક બસ ઉભી હતી. જેમાં મુસાફર સમાતા નથી, ત્યારે બસ ચાલક નીચે ઉતરીને મુસાફરોને ધક્કો મારીને બસમાં ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ હાલ કોરોનાથી સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વીડિયો તમામ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યો છે. હવે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો આવા કારણો જવાબદાર બની શકે છે.

advertisment image